બેફામ


૨૫ નવેમ્બર
બેફામ : બરકત વિરાણી ( ૧૯૨૩ - ૧૯૯૪ )
"રડ્યા હતા સૌ "બેફામ " મુજ મૃત્યુ  પર એજ કારણથી ,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી ન હતી "
અને
" તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને
જગત સામે જ ઉભું હતું દર્દો નવા લઈને "
જેવી  અનેક અમર કાવ્યપંક્તિઓના સર્જક અને પોતાના તખલ્લુસ "બેફામ"નો ગઝલમાં બખૂબી ઉપયોગ કરનાર ગઝલકાર બરકતઅલી ગુલામઅલી વિરાણી  ઉર્ફે બેફામનો આજે જન્મદિવસ છે .
        ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ધાંધળી  ગામે જન્મેલા બેફામ બચપણથી જ ગઝલો લખતા થયા હતા .૧૯૪૨માં હિન્દ છોડોના જુવાળમાં અભ્યાસ અધુરો છોડ્યો હતો .તત્કાલીન ગુજરાતી સામયિકો અને આકાશવાણીમાં સ્ક્રીપ્ટ એડિટર તરીકેની કામગીરીમાંથી બેફામની ગઝલકાર તરીકે કારકિર્દી ઘડાઈ હતી .
        સાહિત્ય ક્ષેત્રે માનસર ,ઘટા ,પ્યાસ અને પરબ જેવા ગઝલસંગ્રહો થકી  તેઓએગુજરાતી ગઝલ સાહિત્યને રળિયાત કર્યું છે . ગઝલ ઉપરાંત ટૂંકીવાર્તાઓ અને રેડિયો નાટકો પણ તેઓએ રચ્યા હતા . ગુજરાતી ગઝલોમાં જીવનનું દર્દ ઘૂંટવામાં અને ગઝલના મક્તાના શેરમાં મૃત્યુ અંગેનો શેર મૂકી જીવનની ઊંડી ફિલસુફી રજુ કરવામાં બેફામ અજોડ છે .
" બેફામ " તોય કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ,ઘરથી કબર સુધી "
ના આ રચયિતાનું ૨ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ અવસાન થયું હતું .
          આજે દુલા ભાયા કાગ અને સાધુ વાસવાણીનો જન્મદિવસ અને ગુણવંતરાય આચાર્યની પુણ્યતિથિ પણ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૫ નવેમ્બર ૨૦૧૯,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ