ઇન્દુમતી શેઠ
- Get link
- X
- Other Apps
૨૮ નવેમ્બર
સંસ્કારમૂર્તિ :ઇન્દુબેન શેઠ ( ૧૯૦૬ -૧૯૮૫ )
સાહિત્યકાર પ્રબોધ જોશી ,કાર્લ માર્ક્સના સાથી ફેડરિક એન્જલ્સ ,ઓસ્ટ્રલિયન ક્રિકેટર કિથ મિલર અને ગુજરાતના પહેલા મહિલા મંત્રી ઇન્દુબેન શેઠનો આજે તારીખ ૨૮ નવેમ્બરના રોજ જન્મદિવસ છે .
સંસ્કારમૂર્તિ :ઇન્દુબેન શેઠ ( ૧૯૦૬ -૧૯૮૫ )
સાહિત્યકાર પ્રબોધ જોશી ,કાર્લ માર્ક્સના સાથી ફેડરિક એન્જલ્સ ,ઓસ્ટ્રલિયન ક્રિકેટર કિથ મિલર અને ગુજરાતના પહેલા મહિલા મંત્રી ઇન્દુબેન શેઠનો આજે તારીખ ૨૮ નવેમ્બરના રોજ જન્મદિવસ છે .
અમદાવાદમાં જન્મેલા ઇન્દુબેનના પિતાનું તેમની ૨ વર્ષની ઉમરે અવસાન થયું હતું . તેમના પિતાએ મૃત્યુ પહેલા મોટાભાગની સંપતિ શૈક્ષણિક પ્રવુતિઓ માટે દાન કરી દીધી હતી .અમદાવાદની જ સરકારી શાળામાં ભણેલા ઇન્દુબેનને ૧૯૨૧માં મેટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં પ્રથમ આવવા બદલ ચેટફિલ્ડ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .
ઇન્દુબેન ગાંધી પ્રભાવમાં ઉચ્ચ અભ્યાસ વિદ્યાપીઠમાં જોડાયા અને સ્નાતક થયા અને ત્યાં માનદ અધ્યાપક પણ બન્યા હતા .૧૯૨૦-૨૨ના અસહકાર આંદોલન અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો .
ઇન્દુબેન શેઠનું કાર્યક્ષેત્ર કોમી એકતા અને મહિલા ઉત્કર્ષ તથા શિક્ષણ પણ રહ્યું હતું .અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી.એન .વિદ્યાલયમાં શિક્ષક તરીકે પણ તેઓએ સેવા આપી હતી . મહિલાઓના સ્વાશ્રયી જીવન માટે "સમુન્નતિ "ટ્રસ્ટ , મહિલા મુદ્રણાલય અને ખાદી મંદિરની સ્થાપના કરી હતી .
ઇન્દુબેન શેઠના જીવનનું વધુ એક પાસું એટલે જુના મુંબઈ રાજ્યમાં નાયબ શિક્ષણ મંત્રી( ૧૯૫૨ -૬૦)અને સ્વતંત્ર ગુજરાતમાં શિક્ષણ મંત્રી(૧૯૬૨-૬૭)તરીકેની જવાબદારી .યુનિ .ગ્રાન્ટ કમિશન અને અમદાવાદ મ્યુ.સ્કુલ બોર્ડના સભ્ય તરીકે પણ ઇન્દુબેન નિમાયા હતા .
એલિસબ્રિજના ધારાસભ્ય અને પદ્મશ્રીથી પુરસ્કૃત ઇન્દુબેન શેઠનું ૧૧ માર્ચ ૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૮ નવેમ્બર ૨૦૧૯,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment