કાકાસાહેબ કાલેલકર
- Get link
- X
- Other Apps
સવાઈ ગુજરાતી :
કાકાસાહેબ કાલેલકર (૧૮૮૫ -૧૯૮૧ )
આજે પહેલી ડીસેમ્બર અને પરમવીરચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ ,ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપ અને સવાઈ ગુજરાતી તરીકે જાણીતા બનેલા કાકાસાહેબ કાલેલકરનો જન્મદિવસ છે .
આજે પહેલી ડીસેમ્બર અને પરમવીરચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ ,ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપ અને સવાઈ ગુજરાતી તરીકે જાણીતા બનેલા કાકાસાહેબ કાલેલકરનો જન્મદિવસ છે .
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અનેક ઠેકાણે શિક્ષણ મેળવતા તેઓ આખરે ગાંધીપ્રભાવમાં ગુજરાત વિદ્યાપીઠમાં સ્થાયી થયા હતા .
ગુજરાતમાં રચનાત્મક પ્રવુતિઓ અને રાષ્ટ્રીય સંગ્રામ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાંતર કામ કરી તેમની સૌથી નજીકના વ્યક્તિ બન્યા હતા . ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબે ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય ,કુલનાયક તરીકેની જવાબદારી કુશળતાપૂર્વક વહન કરી હતી .
કાકાસાહેબ ગુજરાતમાં તેમના સાહિત્ય સર્જનો અને પત્રકારત્વના લીધે વિશેષ જાણીતા બન્યા હતા .જીવન આનંદ ,જીવન સંસ્કૃતિ ,રખડવાનો આંનદ ,હિમાલયનો પ્રવાસ ,સ્મરણયાત્રા , જીવતા તહેવારો ,ઓતરાદી દીવાલો વગેરે કાલેલકરના અત્યંત જાણીતા પુસ્તકો છે . સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં ખેડાણ કરનાર કાકાસાહેબે સર્જનાત્મક સાહિત્ય દ્રારા ગુજરાતી ગદ્યના વિકાસમાં માતબર યોગદાન આપ્યું છે .
કાકાસાહેબે રાષ્ટ્રમત ,નવજીવન ,શિક્ષણ અને સાહિત્ય .સર્વોદય ,હંસ ,વિહંગમ અને મંગલ પ્રભાત જેવા સામયિકો થકી પત્રકારત્વ પણ ખેડ્યું હતું . તેમનું મોટાભાગનું સાહિત્ય કાલેલકર ગ્રંથાવલી શીર્ષકથી સંગ્રહિત થયુ છે .
કાકાસાહેબ કાલેલકરના સાહિત્ય સર્જન અને રચનાત્મક પ્રવુતિઓનું ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ ,સાહિત્ય અકાદમી પુરસ્કાર ,રાજ્ય સભાના સભ્ય ,બેકવર્ડ ક્લાસ કમિશનના અધ્યક્ષ અને પદ્મ વિભૂષણ એમ અનેક રીતે થયું હતું .
ગુજરાતી સમાજમાં સવાઈ ગુજરાતી તરીકે જાણીતા બનેલા કાકા કાલેલકરનું ૨૧ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ ૯૬ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર, ૧ ડીસે.૨૦૧૯,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment