પાંડુરંગ દેશપાંડે

             ૮ નવેમ્બર

            પાંડુરંગ દેશપાંડે (૧૯૧૯ - ૨૦૦૦ )
       આજે તારીખ ૮ નવેમ્બરના રોજ માદામ રોલા અને મરાઠી સાહિત્યકાર પાંડુરંગ લક્ષ્મણ દેશપાંડેનો જન્મદિવસ છે .
       મુંબઈ પાસે ગઉદેવીમાં જન્મેલા પાંડુરંગ
અનુસ્નાતક અને વિનયન કાયદામાં સ્નાતક થયા હતા . સાહિત્યિક વર્તુળોમાં પુ .લ તરીકે પ્રસિદ્ધ થયેલા મરાઠી ભાષાના આ સાહિત્યકારનું  નાટક ,ફિલ્મ
,સંગીત વગેરે ક્ષેત્રે  મહત્વનું યોગદાન રહ્યું છે . હાસ્યલેખન ક્ષેત્રે પાંડુરંગ દેશપાંડેની વિશેષ ખ્યાતિ હતી .
         પાંડુરંગ દેશપાંડેએ કાન્હોજી આંગ્રે ,નસ્તી ઉઠાવેવ , વંગચિત્રે ,તી ફૂલરાણી ,ભાગ્યવાન ,પાચામુખી ,એકા
કોલીયાને , ભાવગંધ  ,ગાઠોડ ,ખોગીર ભરતી ,ગોલા બેરીજ ,અપુર્વાઈ ,જાયે ત્યાચ્યા  દેશા ,ખિલ્લી ચિત્ર હો , પુરુષરાજ અલુરપાંડે , ગાંધીજી ,ગણગોત
,પુરચુંડી આપલ કી ,મૈત્ર ,રસિક હો વગેરે પુસ્તકો લખ્યા છે . 
         સ્વતંત્ર લેખન ઉપરાંત અનુવાદ ,નાટક અને પટકથા લેખન ,અભિનય અને ટેલીવિઝન તથા ફિલ્મ
નિર્માણના ક્ષેત્રે પણ દેશપાંડેનું પ્રદાન રહ્યું છે .ટાગોરની ગીતાંજલિનો તેઓએ મરાઠીમાં અભંગ ગીતાંજલિ નામે અનુવાદ કર્યો છે . 
          પાંડુરંગ દેશપાંડેના સાહિત્ય સર્જનનું પદ્મશ્રી ,મહારાષ્ટ્ર ગૌરવ ,મહારાષ્ટ્ર ભૂષણ ,પદ્મભૂષણ
,સાહિત્ય અકાદમી પુરસ્કાર ,સંગીત નાટક અકાદમી એવોર્ડ એમ અનેક રીતે સન્માન થયું છે ,તેમના પુસ્તકોનો ભારતની અનેક ભાષાઓમાં અનુવાદો પણ થયા છે .
           મરાઠી ભાષાના આ લોકપ્રિય સાહિત્યકારનું  ૧૨ જુન ૨૦૦૦ ના રોજ પોતાના ૫૪મી લગ્નતિથિના દિવસે જ  પુનામાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
                                                   ૮

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ