જોશ મલિહાબાદી


                     શાયર - ઈ -ઇન્કલાબ   : 
            જોશ મલીહાબાદી (  ૧૮૯૪ - ૧૯૮૨ )
" કામ હૈ મેરા તવય્યુર નામ હૈ મેરા શબાબ ,
મેરા નારા ઇન્કલાબ ,ઇન્કલાબ ,ઇન્કલાબ "
" બાજ આયા મૈ તો ઐસે મજહબી તાઉન સે ,
ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે "
              આવી જોશીલી કવિતાના કવિ જોશ મલીહાબાદીનો આજે જન્મદિવસ છે .
            કવિતાનો ખાનદાની વારસો ધરાવતા જોશ મલીહાબાદીનું   મુળનામ શબ્બીર હસનખાન હતું.બ્રિટીશ ભારતના સયુંકત પ્રાંતના મલીહાબાદમાં જન્મેલા મલીહાબાદી અરેબીક ,પ્રર્શીયન ,ઉર્દુ અને અંગ્રેજી જેવી ભાષાઓ ઘરમાં જ શીખ્યા હતા .તેમનો આભ્યાસ સેન્ટ પીટર્સ કોલેજ આગ્રા અને શાંતિ નિકેતનમાં થયો હતો .
               જોશ મલીહાબાદીએ પ્રારંભિક કારકિર્દી અનુવાદક અને કલીમ (વક્તા)નામના સામયિકથી કરી હતી .આ ગાળો સ્વતંત્રતાપ્રાપ્તિનો હોવાથી જોશ ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા .તેમની કવિતાના સ્વાતંત્ર્યપ્રિય મિજાજને કારણે સમકાલીનોએ તેમને શાયર-ઈ-ઇન્કલાબનું બિરુદ આપ્યું હતું . 
                 આઝાદીના આંદોલનમાં પણ જોશ સક્રિય રહ્યા હતા . ૧ લાખથી વધુ શેર અને હજારથી વધુ રુબાયતો લખનાર  જોશ મલીહાબાદીએ "યાદો કી બારાત "શીર્ષકથી આત્મકથા પણ લખી છે . પ્રસિદ્ધ સામયિક " આજકાલ "ના પણ તેઓ સંપાદક રહ્યા હતા .
              આઝાદી પછી ૧૯૫૮માં તેઓ પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા .આ પહેલા ભારત સરકારે તેમનું પદ્મભૂષણથી સન્માન કર્યું હતું .૨૨ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ તેમનું ઈસ્લામાબાદમાં અવસાન થયું હતું . 
           આજે વોલ્ટ ડિઝની ,શેખ અબ્દુલ્લા ,અરદેશર ઈરાની ,પંજાબી સાહિત્યકાર ભાઈવીરસિંહનો જન્મદિવસ  અને સાક્ષર ઈચ્છારામ સુુુયરામ દેસાઈ અને દરબાર ગોપાલદાસનો નિર્વાણ દિન પણ છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,અમદાવાદ,૫ ડિસેમ્બર ૨૦૧૯

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ