રાજકપુર


દિ ગ્રેટ શો મેન:રાજકપૂર (૧૯૨૪-૧૯૮૮)
         આજે તારીખ ૧૪ ડીસેમ્બર અને ફ્રેંચ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ ( ૧૫૦૩ -૧૫૬૬ ) અને હિન્દી ચિત્રપટ જગતના સીમા સ્તમ્ભરૂપ અભિનેતા,દિગ્દર્શક અને નિર્માતા રાજકપૂરનો આજે જન્મદિવસ છે.
            જન્મ પાકિસ્તાનના પેશાવરમાં અભ્યાસ પેશાવર,દહેરાદુન,કલકતા અને મુંબઈ એમ અનેક ઠેકાણે.પિતા પૃથ્વીરાજ કપૂરને દીકરા રાજ તરફથી વિશેષ ઉમ્મીદ ન હતી .
             રાજકપૂરે ૧૯૩૫માં "ઇન્કલાબ"થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી,૧૯૪૯માં ફિલ્મ "આગ"નું નિર્માણ કરી સૌથી નાની વયના નિર્દેશક બન્યા  અને આર.કે.સ્ટુડિયોનું નિર્માણ પણ કર્યું તે પછી તો અનાડી,જિસ દેશમાં ગંગા બહતી હૈ ,સંગમ,મેરા નામ જોકર,આવારા,શ્રી ૪૨૦,બોબી,સત્યમ,શિવમ,સુન્દરમ,પ્રેમ રોગ,રામ તેરી ગંગા મૈલી જેવી અનેક ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન કર્યું .
              મહાન માણસો કદી સરળ ન હોય તે ન્યાયે તેઓ પોતાના નાયક-નાયિકાઓ અને ભાઈઓ સુદ્ધા સાથે કામ કરતી વખતે અત્યંત કઠોર રહેતા અને તેનું જ પરિણામ રાજકપૂરની સફળતા છે.સંગીતની સારી સમજ ,પોતાના જીવન પર આધારિત ફિલ્મની વિષયવસ્તુ ,નાયિકાઓને રજુ કરવાનો અનોખો અંદાજ અને સમાજવાદી-સામ્યવાદપ્રેરિત  કથાવસ્તુ રાજકપૂરની ફિલ્મી કારકિર્દીના વિશેષો રહ્યા છે.
                અભિનેત્રી નરગીસ સાથેને તેમની જોડી હિન્દી ફિલ્મોમાં સફળતમ જોડીઓ પૈકીની ગણાય છે તો તેમની  "આવારા " ફિલ્મની ભૂમિકા ઓલ ટાઇમ ૧૦ ભૂમિકામાં બિરાજે છે.ચાર્લી ચેપ્લીનના પશંસક રાજકપૂર ભારતીય ફિલ્મોના" ચાર્લી ચેપ્લીન " પણ કહેવાય છે.
                 ૧૧ વખત ફિલ્મ ફેર એવોર્ડ,ત્રણ વાર નેશનલ પુરસ્કાર,દાદાસાહેબ ફાળકે પુરસ્કાર,પદ્મભૂષણથી પુરસ્કૃત રાજકપૂર અસ્થમાના દર્દી હતા.
            તારીખ ૨ જુન ૧૯૮૮ના રોજ રાજકપુુરનું અવસાન થયું હતું.ભારત ઉપરાંત રશિયામાં વિશાળ  ચાહક વર્ગ ધરાવતા રાજકપૂર પોતાના જન્મદિવસ પર અમદાવાદના એક બુટપોલીસ કરતા શ્રમજીવીને પણ નોતરતા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૪ ડિસે.૨૦૧૯ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ