ટી. એન.શેષાન


ચુંટણી કમિશ્નર  : ટી .એન.શેષાન ( ૧૯૩૨ - ૨૦૧૯ )
          આજે તારીખ ૧૫ ડીસેમ્બરના રોજ પુરાતત્વશાસ્ત્રી રમણલાલ નાગરજી મહેતા " હિંદુ "નાં તંત્રી એસ.કસ્તુરી આયંગર અને ચુંટણી કમિશ્નરના પર્યાય સમા ટી.એન.શેષાનનો જન્મદિવસ તથા  સરદાર પટેલ ,ડોકટર સુમંત મહેતા અને વાલ્મીકીઓના વહાલશેરી છબીલદાસ ગુર્જરની પુણ્યતિથિ  છે .
             જુના મદ્રાસ રાજ્યના પલક્કડ ખાતે જન્મેલા ટી.એન.શેષાનનું આખુનામ તિરુનેલ્લાઈ નારાયણ ઐયર હતું .શેષાનનો અભ્યાસ ઇવેન્જીકલ મિશન હાયર સેકન્ડરી સ્કુલ , ગવર્નમેન્ટ વિક્ટોરિયા કોલેજ ,મદ્રાસ ક્રીશ્ર્યન કોલેજ અને હાર્વડ યુનિ.માં થયો હતો .ટી.એન .શેષાને થોડો સમય અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું .
               ૧૯૫૪ની બેચના આઈ.એ.એસ શેષાને અનેક સ્થાનોએ અધિકારી તરીકે જવાબદારીઓ અદા કરી ૧૨ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ દેશના મુખ્ય ચુંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો .ચુંટણી કમિશનર તરીકે તેઓએ  ઈલેક્શન કાર્ડ ,ચુંટણી ખર્ચની મર્યાદા , ચુંટણી દરમિયાન રોજના ખર્ચા રજુ કરવા ,ઓબઝર્વરોની નિયુક્તિ જેવા મોડેલ કોડ ઓફ કંડકટ લાગુ કરી  દેશમાં  તંદુરસ્ત ચુંટણી પ્રક્રિયા બનાવી હતી .  ચુંટણી કમિશનર તરીકે ઘણા ઉમેદવારોને આચારસંહિતાનું પાલન ન કરવા બદલ ગેરલાયક ઠેરવ્યા તો કેટલીક જગાએ ચુંટણી જ રદ કરાવી હતી .આજે પણ આદર્શ ચુંટણી કમિશનર તરીકે ટી.એન.શેષાનનું સ્મરણ થાય છે .
             શેષાન ૧૯૯૭મા રાષ્ટ્રપતિની ચુંટણી લડ્યા અને હાર્યા હતા .૧૧ ડીસેમ્બર ૧૯૯૬ના રોજ નિવૃત થઇ અધ્યાપનમાં જોડાયા હતા .
              તેમની સેવાઓના બહુમાન રૂપે ૧૯૯૬ના વર્ષે રમન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો હતો .
                  નિ : સંતાન , ૮ ભાષાઓ જાણતા અને ઝીરો ડીલે ,ઝીરો ડેફીસીએન્સીના સિદ્ધાંતોમાં માનતા ટી.એન.શેષાનનું ૧૦ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૮૭ વર્ષની વયે અવસાન થયું
હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૧૫ ડિસે.૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ