દરબાર ગોપાળદાસ
- Get link
- X
- Other Apps
ગુજરાતના રાજકુમાર :
ગોપાળદાસ દેસાઈ ( ૧૮૮૭ - ૧૯૫૧ )
આજે કસ્તુરભાઈ લાલભાઈ ,પાંડુરંગ ગણેશ દેશપાંડે ,શૂન્ય પાલનપુરી અને દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈનો જન્મદિવસ તથા ઉમાશંકર જોશી ,ચુનીભાઈ વૈધ ,અશફાકઉલ્લાખાન અને રામપ્રસાદ બિસ્મિલની પુણ્યતિથિ છે .
આજે કસ્તુરભાઈ લાલભાઈ ,પાંડુરંગ ગણેશ દેશપાંડે ,શૂન્ય પાલનપુરી અને દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈનો જન્મદિવસ તથા ઉમાશંકર જોશી ,ચુનીભાઈ વૈધ ,અશફાકઉલ્લાખાન અને રામપ્રસાદ બિસ્મિલની પુણ્યતિથિ છે .
વસોમાં જન્મેલા ગોપાળદાસ ઢસા પાસે રાય સાંકળીના જાગીરદાર હતા . તેમના વિચાર ,વાણી અને વર્તનમાં રાષ્ટ્રપ્રેમ ઝળકતો રહેતો હતો .૧૯૨૦ -૨૨ ના અસહકારના આંદોલનમાં ભાગ લેવા બદલ અંગ્રેજોએ તેમની રાય સાંકળીની જાગીર છીનવી લીધી હતી .તે પછી મહાત્મા ગાંધીના ગઢ પરિચયમાં આવ્યા અને ગુજરાત કક્ષાએ થયેલી મોટાભાગની સંસ્થાકીય પ્રવુંતિઓ જેવી કે વડોદરા રાજ્ય પ્રજા પરિષદ ,કાઠીયાવાડ રાજકીય પરિષદ ,હરીપુરા કોંગ્રેસ અને સ્વાતંત્ર્યની બધી જ લડતોમાં સક્રિય યોગદાન આપ્યું હતું .આઝાદીની લડતોમાં ભાગ લેવા બદલ ઘણી વખત જેલમાં પણ ગયા હતા .
દરબાર સાહેબનો બીજુ વિશેષ પાસું એ હતું કે તેઓએ સ્ત્રી શિક્ષણ ,અસ્પૃશ્યતા નિવારણ જેવી રચનાત્મક પ્રવુંતિઓમાં અસાધારણ કૌવત દાખવ્યું હતું . ગુજરાતમાં સ્ત્રી શિક્ષણની સંસ્થાઓ સ્થાપવામાં અને વિકસાવવામાં ગોપાળદાસનો સિંહફાળો હતો .
આઝાદી પછી દરબાર ગોપાળદાસને તેઓની ખાનદાની જાગીર પરત મળી હતી જે તેઓએ દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે રાષ્ટ્રના ચરણે ધરી દઈ પોતે તો જાહેર સેવાના ક્ષેત્રે જ પ્રવુત રહ્યા હતા .
ગુજરાતના આ પીઢ સ્વતંત્રતા સૈનિક અને રચનાત્મક કાર્યકર અને પ્રજાના રાજવી તરીકે પંકાયેલા દરબાર ગોપાલદાસનું ૫ ડીસેમ્બર ૧૯૫૧ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૯ ડિસે.૨૦૧૯ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment