શંકરલાલ બેન્કર
- Get link
- X
- Other Apps
શંકરલાલ બેન્કર (૧૮૮૯ - ૧૯૮૫ )
આજે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ ,વેદ મંદિરોના સ્થાપક સ્વામિ ગંગેશ્વરનંદ ,હડકવાની રસીના શોધક લુઈ પાશ્વર અને મજુર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કરનો જન્મદિવસ તથા કવિ પૂજાલાલ દલવાડી ,અમરીશ પૂરી અને બેનજીર ભુટ્ટોની પુણ્યતિથિ છે .

સુરતમાં જન્મેલા શંકરલાલ અનુસ્નાતક થઇ બ્રિટન ગયા હતા .૧૯૧૫મા સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા હતા .૧૯૧૭-૧૮ ની અમદાવાદના કાપડ મિલ મજદૂરોની ચળવળથી પોતાની પ્રવુતિઓ શરુ કરનાર શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ ,અસહકાર આંદોલન ,હોમરુલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી .
મહાત્મા ગાંધી સંચાલિત યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા સામયિકોના સંચાલનમાં તેઓનો મોટો ફાળો હતો .યંગ ઇન્ડિયામાં સરકાર વિરોધી લખાણ લખવા બદલ ગાંધીજીને છ વર્ષની સજા થઇ ત્યારે ગાંધીજીની સાથે બેન્કરને પણ એક વર્ષની સજા થઇ હતી.
સ્વતંત્રતા આંદોલનની સમાંતર ચાલતી ખાદી ,મજુર ઉત્કર્ષ ,અસ્પુશ્યતા નિવારણ ,સામાજિક જાગૃતિ જેવી રચનાત્મક પ્રવુતિઓમાં પણ શંકરલાલ બેન્કર અગ્રેસર ભૂમિકામાં હતા .
ગુજરાતમાં જનજાગૃતિના અગ્રદૂત ,સ્વતંત્રતા સૈનિક ,પ્રથમ હરોળના રચનાત્મક કાર્યકર અને મજુર નેતા શંકરલાલ બેન્કરનું ૭ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ અવસાન થયું હતું .તેઓએ ગાંધીજી અને મજુર પ્રવુતિઓ નામથી અમદાવાદના મિલમજૂર આંદોલનનો ઈતિહાસ લખ્યો છે .
અરુણ વાઘેલા
સૌજન્ય ,દિવ્ય ભાસ્કર,૨૭ ડિસે. ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment