જીમી લી જેકસન
- Get link
- X
- Other Apps
નાગરિક અધિકારોનો શહીદ :
જીમ્મી લી જેક્શન ( ૧૯૩૮ - ૧૯૬૫ )
આજે માનવ હક્કોના રખેવાળ જીમ્મી લી જેક્શન , વિવેચક ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મ દિવસ અને સ્વતંત્રતા સૈનિક છગનલાલ જોશી અને કવિ શ્યામ સાધુની પુણ્યતિથિ પણ છે .
આજે માનવ હક્કોના રખેવાળ જીમ્મી લી જેક્શન , વિવેચક ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મ દિવસ અને સ્વતંત્રતા સૈનિક છગનલાલ જોશી અને કવિ શ્યામ સાધુની પુણ્યતિથિ પણ છે .
અલાબમાં રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં જીમ્મીનો જન્મ થયો હતો.જીમ્મીએ વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેની જીંદગી એક સામાન્ય મજુર અને કઠિયારા તરીકે રહી હતી
જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઇ મતદાતા માટેની ઝુબેશમાં સક્રિય થયા હતા તારીખ ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ મેરિયનમાં યોજાયેલી અહિંસક કુચના તેઓ પણ એક સભ્ય હતા.નાગરિક અધિકારોની આ લડતને કચડતા પહેલા વહીવટીતંત્રએ શેરીઓની વીજળી ગુલ કરી અને પોલીસ તથા સૈનિકો આન્દોલનકારીઓ પર તૂટી પડ્યા જીમ્મીએ પોતાની માં અને ૮૨ વર્ષના વુદ્ધને બચાવવા એક રેસ્ટોરાંમાં શરણ લીધું ત્યાં તેને નિશાન બનાવી પેટમાં ગોળી મારી .અમરિકાના ઇતિહાસમાં આ ઘટના " લોહિયાળ રવિવાર " તરીકે કુખ્યાત થઇ છે .ઘવાયેલા જીમ્મી એક મહિનામાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉમર માત્ર ૨૭ વર્ષ હતી.
તેની ક્રૂર હત્યાને માર્ટીન લ્યુથર કિંગ જુનિયર સહિતના નેતાઓએ વખોડી કાઢી તેની શહાદતે અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળને વેગ આપ્યો અને ઓગસ્ટ ૧૯૬૫માં મતદાન અધિકાર કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો
સૌજન્ય દિવ્ય ભાસ્કર, 16 ડિસે 2019,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment