હસમુખ સાંકળીયા
- Get link
- X
- Other Apps
ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઈતિહાસકારો - પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા હસમુખ ધીરજલાલ સાંકળિયાનો આજે જન્મદિવસ છે .મુંબઈમાં જન્મેલા આ ગુજરાતી વણિકને ચોપડામાં નહિ ચોપડીઓમાં રસ પડ્યો અને પ્રાચીન ગુજરાત તેઓના પુરાતત્વીય સ્પર્શથી ઝળહળી ઉઠ્યું .બાલ્યાવસ્થાથી જ પુરાણો અને
મહાકાવ્યોમાં અનહદ રસ ધરાવતા હસમુખ સાંકળિયાએ સ્નાતક સંસ્કૃત -ઈતિહાસ સાથે અને અનુસ્નાતક પુરાતત્વશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ .થી કર્યું હતું
જેટલા સ્તરીય સશોધન લેખો દ્રારા ગુજરાત-ભારતના જ્ઞાનજગતમાં માતબર યોગદાન આપ્યું છે .તેમના મહત્વપૂર્ણ શોધકાર્યોમાં the Archaeology of gujarat end kathiavad ,historical geography and cultural ethnography of
gujarat ,investigations into prehistoric Archaeology of gujarat ,the Godavari palaeolithic industry ,from history to pre -history at nevasa ,indian archaeology today ,pre history in india ,The Ramayana in historical perspective ,aspects of indian history and archaeology વગેરે મુખ્ય છે .તેમની આત્મકથા બોર્ન ફોર આર્ક્યોલોજી ,એન ઓટોબાયોગ્રાફી
,ગુજરાતીમાં પુરાતત્વના ચરણે નામથી પ્રકાશિત થઇ છે .પુરાતત્વીય ઉત્ખનન માટે જ જન્મેલા ,શિક્ષણને પવિત્ર વ્યવસાય માનતા અને શિષ્યોને શીખવવા સદૈવ
તત્પર રહેતા હસમુખ સાંકળિયાનું ૨૮ જાન્યુ .૧૯૮૯ના રોજ અવસાન થયું હતું .તેમનું ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ,રણજીતરામ સુવર્ણચંદ્રક એમ અનેક
રીતે સન્માન થયું હતું .આજે ચક્રવતી રાજગોપાલાચારી અને ઇતિહાસકાર સર જદુનાથ સરકારનો પણ જન્મદિવસ છે .gujarat ,investigations into prehistoric Archaeology of gujarat ,the Godavari palaeolithic industry ,from history to pre -history at nevasa ,indian archaeology today ,pre history in india ,The Ramayana in historical perspective ,aspects of indian history and archaeology વગેરે મુખ્ય છે .તેમની આત્મકથા બોર્ન ફોર આર્ક્યોલોજી ,એન ઓટોબાયોગ્રાફી
,ગુજરાતીમાં પુરાતત્વના ચરણે નામથી પ્રકાશિત થઇ છે .પુરાતત્વીય ઉત્ખનન માટે જ જન્મેલા ,શિક્ષણને પવિત્ર વ્યવસાય માનતા અને શિષ્યોને શીખવવા સદૈવ
તત્પર રહેતા હસમુખ સાંકળિયાનું ૨૮ જાન્યુ .૧૯૮૯ના રોજ અવસાન થયું હતું .તેમનું ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ,રણજીતરામ સુવર્ણચંદ્રક એમ અનેક
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૦ ડિસેમ્બર ૨૦૧૯,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment