ધીરુભાઈ અંબાણી


                  દંતકથારૂપ ઉદ્યોગપતિ : 
        ધીરુભાઈ અંબાણી  ( ૧૯૩૨ - ૨૦૦૨ )

          ૧૮૮૫ના વર્ષે આજ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ની સ્થાપના થઇ હતી તો   ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ,અરુણ જેટલી ,અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને નેપાળના રાજા બિરેન્દ્રનો જન્મદિન  તથા અભિનેતા ફારુખ શેખ ,સમાજશાસ્ત્રી  જી.એસ .ઘુર્યે અને સુમિત્રાનંદન પંતની પુણ્યતિથિ  છે.
           ધીરુભાઈનું મુળનામ ધીરજલાલ હીરાચંદ અંબાણી અને જન્મ જુના જુનાગઢ રાજ્યના ચોરવાડમાં તેમનું ભણતર થયું ચોરવાડ અને જૂનાગઢમાં.અભ્યાસકાળમાં  સામાન્ય મંત્રી તરીકે ચૂંટાઈ નેતૃત્વ શક્તિનો અણસાર આપી દીધો હતો.ધીરુભાઈ ૧૭
વર્ષની વયે  નવાબી શાસનમાં મનાઈનું  ઉલ્લઘન કરી આઝાદીની ઉજવણી કરી હતી.
         ધીરુભાઇયુવાવસ્થામાં છાપા પુષ્કળ વાંચતા,નહેરુ અને સરદાર તેમના પ્રિય નેતાઓ હતા .ધીરુભાઈની ઉદ્યોગપતિ તરીકેની યાત્રા અત્યંત  કઠીન રહી હતી.બચપણમાં ગામના મેળામાં જાતે ભજીયા તળી વેચતા હતા.એક વાર માતાએ વધુ પૈસા કમાવાનું
કહ્યું તો ફદ્દીયા-ફદીયા શું કરો છો પૈસાનો ઢગલો કરી દઈશ અને થયું પણ એવું જ.
        તેઓ  સાહસિક પ્રયોજક હતા.બઝારની રુખ પારખવાની અદભુત  શક્તિ તેઓમાં હતી.વળી એક ઉદ્યોગપતિમાં જરૂરી એવા મળતાવડાપણું,ખુલ્લું મન, હરીફો કરતા એક ડગલું આગળ રહેવું,મુશ્કેલ સમયમાં પણ સંઘર્ષ જારી રાખવો વગેરે ગુણો પણ ધીરુભાઈમાં મોજુદ હતા.પરિણામે રિલાયન્સ ,ઓન્લી વિમલ,પેટ્રોકેમિકલ્સ,ટેલીકોમ્યુનિકેશન ,ઇન્ફર્મશન એન્ડ ટેકનોલોજી ,એનર્જી પાવર વગેરે ક્ષેત્રોમાં ડંકો વગાડી દીધો. 
        ખોટ મારી નફો વહેચીશ, મોટું વિચારો,ઝડપથી વિચારો અને સૌથી પહેલા વિચારો, વિપરીત સંજોગોને તકમાં પરિવર્તિત કરો,વિચારો પર કોઈનો અધિકાર નથી હોતો ,આપણે શાસકો બદલી શકતા નથી પરંતુ તેમની આપણા ઉપર શાસન કરવાની પદ્ધતિ જરૂર બદલી શકીએ છીએ.વગેરે તેમના સુત્રો હતા.ભારતીય ઉદ્યોગ જગતમાં દતકથારૂપ આ ઉદ્યોગપતિનું પદ્મભૂષણ
અને ઉદ્યોગજગતના અનેક પુરસ્કારોથી સન્માન થયું છે 
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૮ ડિસે.૨૦૧૯ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ