દલપતરામ
- Get link
- X
- Other Apps
લોકહિત ચિંતક : દલપતરામ ( ૧૮૨૦ - ૧૯૯૮ )
આજે તારીખ ૨૧ જાન્યુઆરીના રોજ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મદિવસ છે .
આજે તારીખ ૨૧ જાન્યુઆરીના રોજ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મદિવસ છે .
આપ શિક્ષણથી પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરનાર દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો .
તેમની સાહિત્યિક પ્રગતિ સ્વામિનારાયણ સંપ્રદાય અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાંડર કિન્લોક ફોર્બ્સના સાનિધ્યમાં થઇ હતી .તેમનું સાહિત્ય સર્જનનું ક્ષેત્ર કવિતા ,નાટક ,નિબંધ ,છંદ શાસ્ત્ર ,સંપાદન વગેરે રહ્યું હતું .દલપત કાવ્ય ,બાપાની પીપર ,વેન ચરિત્ર ,હુન્નરખાનની ચઢાઈ ,ફાર્બસ વિલાસ ,ફાર્બસ વિરહ ,હરીલીલામૃત ,લક્ષ્મી ,મિથ્યાભિમાન ,ભૂત નિબંધ ,જ્ઞાતિ નિબંધ ,દલપત પિંગળ ,કાવ્યદોહન ,તાર્કિક બોધ વગેરે તેમના જાણીતા સર્જનો છે .
તેમના સર્જનો ગુજરાતના સમાજસુધારા આંદોલનની માધ્યમ માર્ગીય વિચારધારાને પોષક પણ રહ્યા હતા .તો તેમનું હુન્નરખાનની ચઢાઈ ગુજરાતના પ્રારમ્ભિક આર્થિક મિજાજને વ્યક્ત કરે છે .બુદ્ધિપ્રકાશ સામયિકના સંપાદક , હોપ વાંચનમાંળા અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી તરીકે પણ દલપતરામનું સ્મરણ થાય છે .
" હાલતા દંડે ચાલતા દંડે દંડે સારા દિન ,
છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છીન "
અને
" દેખ બિચારી બકરીનો પણ કોઈના જાતા પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન "
જેવી પંક્તિઓ દ્રારા તેમણે અનુક્રમે મરાઠી અને બ્રિટીશ શાસનનું મૂલ્યાંકન કરી દીધું હતું .બ્રિટીશ શાસને દલપતરામનું સી.આઈ.ઈ જેવા અનેક ઇલ્કાબોથી સન્માન કર્યું હતું .
દલપતરામનું ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૧ જાન્યુ.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment