ભોગીલાલ ગાંધી
- Get link
- X
- Other Apps
વિશ્વ માનવ : ભોગીલાલ ગાંધી ( ૧૯૧૧ - ૨૦૧૧ )
આજે તારીખ ૨૬ જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસની સાથે કવિ -રાજવી કલાપી અને ભોગીલાલ ગાંધીનો જન્મદિવસ તથા મુઘલ બાદશાહ હુમાયુ અને સમાજશાસ્ત્રી આઈ.પી.દેસાઈની પુણ્યતિથિ છે .
ગુજરાતના એક ખૂણામાં હોવા છતાં ગુજરાતના રાજકારણ અને શિક્ષણમાં જે નગરનું માતબર યોગદાન છે તેવા મોડાસામાં ભોગીલાલ ગાંધીનો જન્મ થયો હતો .મોડાસા ,અમદાવાદ ,ભરૂચ અને મુંબઈમાં ભણી અંતે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા હતા .
વિદ્યાપીઠના સંસ્કારોના બળે ભોગીલાલ ગાંધી નક્કર ગાંધીવાદી અને ઉમદા રચનાત્મક કાર્યકર તરીકે તૈયાર થયા હતા .સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇ સાડા ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં પણ રહ્યા હતા .માર્ક્સવાદના અભ્યાસ પછી તેમનામાં રશિયન સમાજવાદ તરફ આકર્ષણ વધ્યું હતું .૧૯૪૦ના અરસામાં સામ્યવાદી બન્યા ,પ્રગતિશીલ લેખક મંડળનું નેતૃત્વ પણ કર્યું .
૧૯૫૬મા સામ્યવાદથી વિમુખ થયા અને વિનોબા ભાવે ,દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણના પ્રભાવમાં પુનઃ ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા .
ભોગીલાલ ગાંધીના વ્યક્તિત્વનું વધુ ઉમદા પાસું એટલે " વિશ્વ માનવ "સામયિક અને જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન , કવિતા ,નવલિકા ,નિબંધ અને સંપાદનના ૮૦ થી વધુ પુસ્તકો તથા વિશ્વ માનવ સંસ્કાર ટ્રસ્ટનું સંચાલન .તેમના સાહિત્યમાં માર્ક્સ-ગાંધીની મીમાંશા દેખાય છે .
સાહિત્યકાર ,બૌદ્ધિક લેખક અને ગુજરાતના જાહેરજીવનના પ્રહરી ભોગીલાલ ગાંધીનું ૧૦ જુન ૨૦૦૧ના રોજ અવસાન થયું હતું .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૬ જાન્યુ.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment