રમણ લાંબા
- Get link
- X
- Other Apps
દિ ડોન ઓફ ઢાકા : રમણ લાંબા (૧૯૬૦-૧૯૯૮)
અત્યંત સોહામણા પણ ક્રિકેટ વિશ્વમાંથી અકાળે વિદાય લેનાર ક્રિકેટર રમણ લાંબાનો આજે જન્મદિન છે.ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનું યોગદાન ભલે ઓછું હોય પણ ઘરેલું ક્રિકેટ અને બાંગ્લાદેશમાં ક્રિકેટને પાટા પર લાવવામાં રમણ લાંબાનું મસમોટું પ્રદાન રહ્યું છે.ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા રમણ લાંબા ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દી(૧૭ જાન્યુ.૧૯૮૭ થી ૨૫ નવે.૧૯૮૭ )અત્યંત ટૂંકી રહી હતી.વન-ડે ક્રિકેટમાં અંદાજે અઢી વર્ષ સુધી રમ્યા તેમાં કઈ વિશેષ સીમા ચિહ્નો પણ તેમના ખાતે નથી તેનું કારણ લાંબાનું સતત ઈજાગ્રસ્ત થતા રહેવું પણ હતું પણ રણજી ટ્રોફીમાં અંદાજે ૧૭ વર્ષની કારકિર્દીમાં ૫૩.૯૧ ની સરેરાશ ૨૨ સદી,૫ બેવડી સદી,૩૧૨ના સર્વોચ્ચ સ્કોર સાથે ૬૨૬૨ રન બનાવ્યા હતા.ભારતીય ક્રિકેટમાં પર્યાપ્ત અવકાશ પ્રાપ્ત ન થતા રમણ લાંબા બાંગલાદેશમાં ઢાકા પ્રીમિયર લીગમાં જોડાયા હતા અને ખાસ્સા લોકપ્રિય ક્રિકેટર નીવડયા હતા બાંગ્લાદેશના નવા ક્રિકેટરોને આગળ ધપાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેમની રમત જોવા બાંગલાદેશી દર્શકો ખાસ ઉત્સુક રહેતા પણ તેમની ઉત્સુકતા લાંબા,લાંબો સમય ટકાવી ન શક્યા . ૨૩ ફેબ્રુ.૧૯૯૮ના રોજ રમાયેલી એક મેચમાં ફોરવર્ડ શોર્ટલેગ પર ઓવરના ત્રણ જ બોલ બાકી હતા તેથી ઓવર પૂરી થયે હેલ્મેટ પહેરીશ તેમ વિચારી વગર હેલ્મેટે ખડા રહ્યા .લાંબાને માથામાં જોરદાર શોટ વાગ્યો ,"હું તો મરી ગયો"ની ચીસ સાથે તેઓ પેવેલિયન તરફ ભાગ્યા થોડા સમયમાં કોમામાં સરીપડ્યા અને અપૂરતી મેડીકલ સુવિદ્યાઓને કારણે ત્રણ દિવસ પછી રમણ લામ્બાનું અવસાન થયું આમ તેમની કારકિર્દીનો કરુણ અંત આવ્યો.પણ રમણ લાંબાના આકસ્મિક અવસાન પછી ક્રિકેટરોમાં હેલ્મેટ વિષેની સભાનતા વધી હતી "ડોન ઓફ દિ "તરીકે
Show quoted text
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨ જાન્યૂ ૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment