પરીક્ષિતલાલ મજુમદાર


સેવામૂર્તિ  : પરીક્ષિતલાલ મજમુદાર ( ૧૯૦૧  - ૧૯૬૫ )
          આજે તારીખ ૮ જાન્યુઆરી અને મહાન રચનાત્મક પરીક્ષિતલાલ  લલ્લુભાઈ મજમુદાર મજમુદાર ,જ્ઞાનપીઠ પુરસ્કૃત  આશાપૂર્ણાદેવીનો જન્મદિવસ અને બ્રહ્મોસમાજી કેશવચંદ્ર સેન , વિદેશી પ્રવાસી માર્કો પોલોની  પુણ્યતિથિ છે .
           પરીક્ષિતલાલનો જન્મ પાલીતાણામાં થયો હતો .૧૯૨૦ - ૨૨ની અસહકાર આંદોલનમાં હજારો યુવાનોની પેઠે સરકારી કોલેજનો ત્યાગ કરી અભ્યાસ છોડી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા , સ્નાતક થયા અને ગાંધી - સરદારના પ્રભાવમાં સાબરમતી આશ્રમમાં જોડાયા અને હરીજન સેવાને જ જીવન વ્રત બનાવ્યું તે પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ ,સવિનય કાનુન ભંગ આંદોલન જેવા અનેક આંદોલનોમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો .દાંડીકુચ વેળાએ પરીક્ષિતલાલને ૨ વર્ષની સજા થઇ હતી.
           પરીક્ષિતલાલ મજમુદારના જીવનનું બીજું ઉજળું પાસું તે તેઓની રચનાત્મક પ્રવુતિઓ .દુષ્કાળ રાહત ,અસ્પૃશ્યતા નિવારણ અને અંત્યજ ઉદ્ધાર જેવી અનેક રચનાત્મક પ્રવુતિઓમાં પરીક્ષિતલાલ જીવનભર પ્રવુત રહ્યા હતા .અસ્પૃશ્યતા નિવારણના પ્રયાસો બદલ તો તેઓ પર હિંસક હુમલો પણ થયો હતો .
              ગુજરાત હરીજન સેવક સંઘ ,અંત્યજ સેવા મંડળ , શ્રી હરીજન આશ્રમ ટ્રસ્ટ જેવી સંસ્થાઓના ઉપક્રમે પરીક્ષિતલાલે દલિતો માટે શાળાઓ ,કુવાઓ ,છાત્રાલયો ,રહેઠાણો બનાવવામાં સિંહફાળો આપ્યો હતો . દલિતોના હોટેલ પ્રવેશ અને મંદિર પ્રવેશમાં પણ તેઓનું સક્રિય યોગદાન રહ્યું હતું .
               "સફાઈ અને શિક્ષણ સાથે " એ પરીક્ષિતલાલનું સૂત્ર અને ગમતું કાર્ય હતું .મહાન  રચનાત્મક કાર્યકર ત્યાગમૂર્તિ ,,સેવામૂર્તિ , કરુણામૂર્તિ  અને સાદગીના પર્યાય સમા પરીક્ષિતલાલ મજમુદારનું ૧૨ સપ્ટેમ્બરના રોજ હદયરોગના હુમલામાં અવસાન થયું
હતું .તેમની સ્મૃતિમાં ઘણી સંસ્થાઓ કાર્યરત છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૮ જાન્યુ.૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ