મહેન્દ્ર કપૂર


 મેરે દેશ કી ધરતી : મહેન્દ્ર કપૂર ( ૧૯૩૪ -૨૦૦૮ )
         આજે તારીખ  ૯ જાન્યુ .અને અમેરિકી પ્રમુખ રિચર્ડ નિકસન ,પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ,વૈજ્ઞાનિક ડોકટર હરગોવિંદ ખુરાના અને પાશ્વ  ગાયક
મહેન્દ્ર કપૂરનો જન્મદિવસ અને અવાજના સ્થાપક ઇલાબેન પાઠકની પુણ્યતિથિ  છે .
         પંજાબના અમૃતસરમાં જન્મેલા મહેન્દ્ર કપૂર ,મહમંદ રફીથી અત્યંત પ્રભાવિત હતા .મેટ્રો મર્ફી ઓલ ઇન્ડિયા સિંગિંગ કમ્પીટેશન જીત્યાં પછી  તેઓની સંગીતકાર તરીકેની યાત્રા શરુ થઇ હતી.
          ૧૯૫૮મા નવરંગ ફિલ્મના "આધા હૈ ચંદ્રમાં રાત આધી " ગીતથી કપૂરની ફિલ્મી સંગીત કારકિર્દી આરંભાઈ અને સડસડાટ દોડી હતી . ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી ,ગુજરાતી ,પંજાબી ,મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા .હિદી ચલચિત્રોમાં મહેન્દ્ર કપૂરે નવરંગ ,ધૂલ કા ફૂલ ,ગુમરાહ ,વક્ત ,હમરાઝ ,ધુંધ ,નિકાહ ,ઉપકાર ,પૂરબ
ઔર પશ્રિમ ,બંધન ,આદમી ઔર  ઔરત અને તવાયફ અવાજ આપ્યો છે .તેમાંના ચાળો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો ,નીલે ગગન કે તલે ,મેરે દેશ કી ધરતી જેવા ગીતો ઘણા લોકપ્રિય થયા હતા .
              પંજાબી લહેકો અને ફોકનો ટચ એ મહેન્દ્ર
કપૂરનો વિશેષ હતો .પરિણામે મહમંદ રફી ,મુકેશ ,કિશોરકુમાર જેવા દિગ્ગજ ગાયકો વચાળે પણ મહેન્દ્ર કપૂરે પોતાનું સ્થાન બનાવ્યું હતું .
             મહેન્દ્ર કપૂરની સંગીત સાધના તાનસેન એવોર્ડ ,લત્તા મંગેસકર પુરસ્કાર ,મહારાષ્ટ રાજ્ય સંગીત સન્માન ,દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડ અને પદ્મશ્રી એમ અનેક રીતે પુરસ્કૃત થઇ હતી . હિન્દી ફિલ્મોના સીમા સ્તંભરૂપ ગીતકાર મહેન્દ્ર કપૂરનું ૨૦૦૮મા મુંબઈમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૯ જાન્યુ.૨૦૨૦,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ