આર્થર કીથ


આધુનિક રાષ્ટ્રવાદના જનક : આર્થર કીથ 
               ( ૧૮૬૬ - ૧૯૫૫ )
              આજે તારીખ ૫ ફેબ્રુઆરી , માનવવંશશાસ્ત્રી આર્થર કીથ અને " હિંદનો કોમી ત્રિકોણ " ના લેખક તથા સમાજવાદી વિચારક અચ્યુત પટવર્ધનનો જન્મદિવસ છે .
             સ્કોટલેંડના કિસાન પરિવારમાં જન્મેલા આર્થરે મેડીકલની પદવીઓ મેળવી હતી .૧૮૮૮મા ખાણ કમ્પનીમાં મેડીકલ અધિકારી તરીકે કારકિર્દી શરુ કરનાર આર્થર કીથ યુનિ.ઓમાં પ્રોફેસર પણ રહ્યા હતા . કીથ ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનથી અત્યંત પ્રભાવિત હતા .મેડીકલ ક્ષેત્રમાં તેઓએ sinoartrial node નામથી હદયના પેસમેકરની શોધ કરી હતી .
             માનવ અવશેષોના આધારે સંશોધન એ કીથના
અભ્યાસનું વિશેષ કાર્યક્ષેત્ર રહ્યું હતું .તેના આધારે કિથે માનવવિકાસ અને આધુનિક રાષ્ટ્રવાદની થિયરી રજુ કરી હતી .the myology of the catarrhini : a study in evolution ,Ancient type of man ,evolution and ethics ,Anew theory of human evolution ,the Antiquity of man જેવા સંશોધન ગ્રંથો  અને આત્મવૃતાંત લખ્યા છે .
             રાષ્ટ્રવાદ વિશેની તેમની વિચારણા પછી કીથ આધુનિક રાષ્ટ્રવાદના જનક બન્યા હતા .આજના સમાજવિજ્ઞાનોમાં કીથની માનવવંશીય વૈજ્ઞાનિક  વિચારણા મહત્વપૂર્ણ અભિગમ છે .
             આર્થર કીથના સંશોધન કાર્યોનું "નાઈટ "નો ઈલ્કાબ અને રોયલ એન્થોપોલોજીક્લ ઇન્સ્ટીટયુટના બે વાર અધ્યક્ષ એમ સન્માન થયું હતું .
            માનવવંશશાસ્ત્રમાં માનવ વિકાસની મહત્વપૂર્ણ વિચારણા રજુ કરનાર આર્થર કીથનું ૭ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ ૮૮ વર્ષની વયે બ્રિટનના કેન્ટમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ