સ્વામિ દયાનંદ સરસ્વતી


 મહર્ષિ : દયાનંદ સરસ્વતી  ( ૧૮૨૪ - ૧૮૮૩ )
          આજે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ  મહર્ષિ દયાનંદ સરસ્વતી ,નાના ફડનવીસ ,અભિનેતા પ્રાણ , ચાર્લ્સ ડાર્વિન ,માનવ હિતોના  રખેવાળ અને અમેરિકાના
પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન અને  મહાન ચિંતક ઇમેન્યુઅલ કાંટનો જન્મદિવસ છે  . 
           મોરબી પાસેના ટંકારા ગામે  મૂળશંકર તરીકે જન્મેલા દયાનંદ બાલ્યવયમાં સત્યની શોધમાં ગૃહત્યાગ કરી નીકળી ગયા હતા . ગુરુ વૃજાનંદની નિશ્રામાં પ્રાચીન ભારતીય ધર્મગ્રંથોનું ગહન અધ્યયન અને સંશોધન કર્યું
સાથે ભારત ભ્રમણ કરતા રહ્યા અને તેમને વેદોમાં સાંપ્રત જીવન વ્યવસ્થાનું સમાધાન દેખાયું. " વેદો તરફ પાછા વળો "નું સૂત્ર આપ્યું .મૂર્તિપૂજા ,ધર્મના નામે થતા પાખંડો ,પશુ બલિ, અવતારવાદ ,વ્રત - ઉપવાસો વગેરેનો જબરદસ્ત વિરોધ કર્યો . 
            પોતાના વિચારોને વ્યવહારમાં અમલમાં મુકવા ૧૮૭૫ના વર્ષે મુંબઈમાં આર્યસમાજ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. માત્ર પાશ્ર્ત્ય પરંપરા પર જ  ભારતીય સમાજ સુધારાઓ થઇ શકે છે તેવા ખ્યાલ વિરુદ્ધ  હિન્દીઓને ભારતીય દ્રષ્ટિકોણથી સમાજ સુધારાની નવી અને તાજગીસભર ઉર્જા પૂરી પાડી .શિક્ષણ ,સંગઠન અને શુદ્ધિ નામથી ત્રણ મોટા આંદોલનોની ભૂમિકા રચી દીધી .
             ભારતમાં ૨૦માં સૈકામાં ચાલેલા ક્રાંતિકારી આંદોલનો અને તેના નેતાઓ પર આર્યસમાજ અને સ્વામિ દયાનંદ સરસ્વતીનો મોટો ફાળો હતો . 
          " સત્યાર્થ પ્રકાશ " જેવા અનેક ગ્રંથોના રચયિતા અને " સારા વિચારોને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારોને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી " જેવા સેંકડો અવતરણોના કર્તા દયાનંદ સરસ્વતીનું અવસાન ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ના રોજ અજમેર ખાતે ખોરાકમાં  ઝેર આપવાથી થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૨ફેબ્રુઆરી ૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ