થોમસ આલ્વા એડિશન


આવિષ્કારક : થોમસ અલ્વા એડિશન ( ૧૮૪૭ - ૧૯૩૧)

          આજે થોમસ આલ્વા એડિશનનો જન્મદિન અને જમનાલાલ બજાજ ,ફખરુદિન અલી એહમદ,પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારની પુણ્યતિથિ છે. 
        થોમસ અલ્વા એડિશનનો જન્મ અમેરિકાના ઓહીયોના મિલાનમાં થયો હતો. થોમસનો પૈતુક પરિવાર ડચ અને પરંપરાથી તેમનું ઉપનામ એડિશન હતું. પ્રાથમિક શિક્ષણના પ્રારંભે શિક્ષકે થોમસને "મંદબુદ્ધિના બાળક"કહ્યા અને માતાએ બાળક થોમસને કેળવવાની શરૂઆત ઘરમાં જ કરી.તેને અંજલિ  આપતા થોમસે તેમની ડાયરીમાં લખ્યું હતું કે એક મહાન માતાએ કમજોર બાળકને સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવ્યો.
        એડિશને તાર કર્મચારી તરીકે પણ કામ કર્યું હતું.નોકરી સિવાયનો સમય તેઓ પ્રયોગશાળામાં પસાર કરતાં હતા.  અદ્દભૂત કલ્પનાશક્તિ અને સખત પરિશ્રમના બળે અનેક શોધખોળો કરી ,અનેક ભાવિ શોધો માટે પીઠીકા રચી હતી. તેમની મુખ્ય શોધોમાં વિદ્યુત બલ્બ અનેં ફોનોગ્રાફનો સમાવેશ થાય છે. તે સિવાય ૧૦૯૩ પેટન્ટ તેમના નામે રજીસ્ટર્ડ થઈ હતી. 
       વિશાળ માત્રામાં ઉત્પાદનના સિદ્ધાંતને વ્યવહારમાં મુકવાવાળા થોમસ પહેલાં સંશોધક હતા. બચપણથી કાનના દર્દ અને સાંભળવાની તકલીફ ધરાવતા થોમસ આ મુશ્કેલીને પોતાની એકાગ્રતાનુ સાધન માનતા હતાં.
       ૧૮ ઓકટોબર ૧૯૩૧ ના રોજ દુનિયાથી વિદાય લેનાર
Show quoted text
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૧ ફેબ્રુ.૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ