ભૂપત વડોદરિયા
- Get link
- X
- Other Apps
આઠ અક્ષરનું નામ : ભૂપત વડોદરિયા
( ૧૯૨૯ - ૨૦૧૧ )
આજે તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ,આર.એસ.એસના સરસંઘ સંચાલક માધવ સદાશિવ ગોલવલકર ,વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા અમીરબાઈ કર્ણાટકી ,ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસ અને પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર ભૂપત વડોદરિયાનો જન્મદિવસ અને ગોપાલકૃષ્ણ ગોખલે ,આચાર્ય નરેન્દ્ર દેવની પુણ્યતિથિ છે .

મૂળ પાળીયાદના પણ સૌરાષ્ટ્રના ધાન્ગ્રધા ખાતે જન્મેલા ભૂપત છોટાલાલ વડોદરિયાએ ત્રણ વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી .૧૯૪૬મા વિજ્ઞાન સ્નાતક થઇ લોક શક્તિ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા ૧૯૫૫મા ૨૬ વર્ષની વયે ફૂલછાબ દૈનિકના સૌથી યુવા તંત્રી બન્યા .તે પછી ગુજરાતી ભાષાના વિવિધ સામયિકો અને દૈનિકોમાં ભુપતભાઈ સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા હતા .૧૯૮૨ થી ૧૯૮૬ દરમિયાન તેઓ ગુજરાત સરકારના ઇન્ફર્મેશન વિભાગના માહિતી નિયામક તરીકે રહ્યા હતા . તેઓએ સમભાવ મીડિયા ગ્રુપની સ્થાપના કરી હતી .વડોદરિયા ગુજરાત સાહિત્ય અકાદેમીના ચેરમેન તરીકે પણ કાર્યરત હતા .
જીવનકાળ દરમિયાન ભૂપત વડોદરિયાએ ૫૦થી વધુ પુસ્તકો લખ્યા છે . ઝવેરચંદ મેઘાણીને પોતાના આદર્શ માનતા ભુપતભાઈના પ્રેમ એક પૂજા ,કસુંબીનો રંગ ,જીવન જીવવાનું બળ , પંચામૃત ,અંતરના રૂપ ,ઘરે બાહિરે ભાગ ૧-૫ અને આઝાદીની આબોહવા તેમના નવલકથા ,વાર્તા અને નિબંધના જાણીતા પુસ્તકો છે . તેમના પુસ્તકો એ સમાચાર પત્રોમાં નિયમિત કોલમની ફલશ્રુતિ હતી . મહાગુજરાત આંદોલન અને કટોકટી વખતે તેઓની પત્રકારિતા કાબિલે તારીફ રહી હતી .
ખુબ જ સૌમ્ય અને નિખાલસ સ્વભાવના આપણી ભાષાના જાણીતા પત્રકાર અને સાહિત્યકાર ભૂપત વડોદરિયાનું ૪ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું .ભૂપત વડોદરિયાની સર્જન પ્રવુતિઓનું ગુજરાત સાહિત્ય અકાદેમી દ્રારા પુરસ્કૃત થઇ હતી .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૯ ફેબ્રુ.૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment