શ્રીકાંતાદત્તા નરસિંહરાજા


શ્રીકાન્તાદતા નરસિંહરાજા ( ૧૯૫૩ - ૨૦૧૩ )
         આજે તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ભારતના મૈસુર રાજ્યના ૨૬મા શાસક શ્રીકાન્તાદતા નરસિંહરાજાનો જન્મદિવસ છે .
         માતા-પિતાના એકમાત્ર સંતાન શ્રીકાન્તા રજવાડી શાળા મૈસુર અને મહારાજા કોલેજમાં શિક્ષણ લીધું હતું .૧૯૭૪મા માનસ ગંગોત્રી યુનિ .માં અંગ્રેજી અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયોમાં  સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી .
        વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ અચ્છા ક્રિકેટર હતા .ક્રિકેટના બેટ સંઘરવાનો શ્રીકાન્તાદતાને અનહદ શોખ હતો .પશ્રિમી  સંગીત શીખવાની સાથે તેઓએ વેદનું શિક્ષણ પણ લીધું હતું .તેમના વ્યક્તિત્વમાં પાશ્રત્ય અને પુર્વાત્ય પરમ્પરાઓનો સુભગ સમન્વય હતો . ફેશન ડીઝાઈનર હોવાના નાતે તેઓ મૈસુર સિલ્ક સાડીના પ્રમોટર પણ બન્યા હતા.
        રજવાડી પરિવારના હોવા છતાં આઝાદી બાદ તેઓ વૈભવ વિલાસી જીવન શૈલીથી દુર રહ્યા હતા .  શ્રીકાન્તાના જીવનનું એક પાસું એટલે રાજકારણી .૧૯૯૬ અને ૧૯૯૯ એમ બે વખત તેઓ મૈસુરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા .તો બે વાર પરાજિત પણ થયા હતા .ક્રિકેટના શોખને કારણે તેઓ કર્ણાટક ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પણ બન્યા હતા .૧૦ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ હદયરોગના હુમલાના લીધે તેમનું અવસાન થયું હતું .
        ભારતીય ટપાલ ખાતાએ તેમની સ્મૃતિમાં તેમની દરબાર પદ્ધતિનું કવર બહાર પાડ્યું હતું .તો કર્ણાટક ક્રિકેટમાં તેઓના ક્રિકેટ પ્રેમની યાદમાં પ્રિમિયર લીગ યોજાતી હતી .
        આજે કે.ટી .શાહ ,સાંકળચંદ પટેલ અને અંગ્રેજી સર્જક ડેવિડ વોટસનનો જન્મદિવસ  અને કળા- સંસ્કારના સેવક અને કવિ  જેમ્સ કઝીન્સની પુણ્યતિથિ પણ  છે .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૦ ફેબ્રુ.૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ