પુષ્કર ચંદરવાકર
- Get link
- X
- Other Apps
લોક્સંસ્કૃતિકાર : પુષ્કર ચંદરવાકાર
( ૧૯૨૧ - ૧૯૯૫ )
આજે તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાતી લોકસાહિત્યના સીમાચિન્હ રૂપ સંશોધક પુષ્કર ચંદરવાકાર ,મરાઠી સેનાપતિ માધવરામ પહેલા ,શાયર આરઝુ લખનવીનો જન્મદિવસ અને દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ છે .
આજે તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાતી લોકસાહિત્યના સીમાચિન્હ રૂપ સંશોધક પુષ્કર ચંદરવાકાર ,મરાઠી સેનાપતિ માધવરામ પહેલા ,શાયર આરઝુ લખનવીનો જન્મદિવસ અને દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ છે .
અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ચંદરવા ગામે જન્મેલા પુષ્કર પ્રભાશંકર ત્રિવેેેદીએ ગામના નામને અટક તરીકે ધારણ કરી ચંદરવાકર બન્યા હતા . બોટાદ ,લીંબડી અને અમદાવાદમાં અભ્યાસ કરી તેઓ અધ્યાપક થયા હતા .પુષ્કર ચંદરવાકરની અધ્યાપક તરીકે કારકિર્દી ગુજરાતમાં અનેક ઠેકાણે રહી હતી .
તેઓનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત અને ભારતના લોકસાહિત્યના સશોધન અને લેખનના ક્ષેત્રે છે .પુષ્કર ચંદરવાકરે રાંકના રતન ,પ્રિયદર્શિની ,ઘર જ્યોત ,નંદવાયેલા હૈયા ,બાવડાના બળે ,ભવની કમાણી ,માનવીનો મેલો ,લીલુડા લેજો ,,નવા ચીલે ,ધરતી ભાર શે ઝીલશે , ઝાંઝવાના નીર ,બાંધણી ,અંતરદીપ ,શુકનવંતી , પિયરનો પડોશી ,મહીના ઓવારે ,રંગલીલા ,ધરતી ફોરે ફોરે ,રસામૃત ,હમીરજી ગોહિલ : એક લોક્તત્વીય અધ્યયન ,પઢાર : એક અધ્યયન ,અંગદ વિષ્ટિ ,નવો હલકો , સોંપ્યા તુજ ને શીશ ,ચંદર ઉગે ચાલવું ,વાગે રૂડી વાંસળી ,ખેતરનો ખેડું ,ઓખામંડળની લોકકથાઓ ,ઓલ્યા કાંઠાના અમે પંખીડા , શ્રેયાર્થી દાદાસાહેબ માવલંકર જેવા નવલકથા ,એકાંકી ,વિવેચન લોકવિદ્યા અને ચરિત્ર સાહિત્યને લગતા પુસ્તકો લખ્યા છે .
લોકસાહિત્ય સંશોધનની વિચારસરણી અને વૈજ્ઞાનિકતા ધરાવતા પુષ્કર ચંદરવાકરે આજીવન લોક્સંસ્કૃતીનો મહિમા કર્યો હતો .તેઓના લોકસાહિત્ય સંશોધનનું કુમાર ચંદ્રકથી સન્માન થયું હતું .ગુજરાતના લોક્સાહીત્યિક સંશોધનોને નવી દિશા આપનાર પુષ્કર ચંદરવાકરનું ૧૬ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ અમદાવાદમાં અવસાન થયું
હતું .
અરુણ વાઘેલા
હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૬ ફેબ્રુ.૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Hh
ReplyDelete