માઈકલ એન્જલો


દૈવી કલાકાર : માઈકલ એન્જલો (૧૪૭૫-૧૫૬૪)
             યુરોપિયન નવજાગૃતિકાળના મહાન મૂર્તિકાર,વાસ્તુકાર,ચિત્રકાર અને કવિ માઈકલ એન્જલોનો આજે જન્મ દિવસ છે.
             ઇટાલીના ફ્લોરેન્સના ટસ્કની(આજે તે કૈપેરેસ માઈકલ એન્જલો તરીકે જાણીતું છે.) ખાતે જન્મેલા માઈકલ એન્જલોનું આખું નામ માઈકલ એન્જલો ડી લુંડીકીવો બ્યોનેરોત્તી સીમોની હતું.પિતા માઈકલને   બુદ્ધિજીવી બનાવવા માંગતા હતા પણ કિશોર માઈકલનું મન હમેંશા મૂર્તિઓમાં ચોંટેલું રહેતું હતું. 
                 માઈકલ નવજાગૃતિ સમય દરમિયાન સ્થળાંતરો કરતા આખરે રોમમાં સ્થાયી થયા હતા.કલાકારો અને સાહિત્યકારો સાથે જ્ઞાન વિમર્શ કરતા રહ્યા.મૂર્તિકલામાં ગાંડપણની હદે રસ લઇ જીવનનો એકમાત્ર ધ્યેય મૂર્તિ નિર્માણ પ્રવુતિઓને બનાવ્યું .તેની ખ્યાતિ સાંભળી પોપ દ્રિતીય જુલિયસે રોમમાં પોતાના અંતિમ  વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ સોંપાયું હતું.પણ વિરોધીઓની કાન ભંભેરણીથી માઈકલને મહેલમાંથી કાઢી મુકવામાં આવ્યો. રાજ્ય અને ધર્મ સંસ્થાનો સધિયારો ન મળવા છતાં એન્જલો મૂર્તિકલાના ક્ષેત્રે અદભુત કારીગીરી દાખવી શક્યા.
               મેડોના ઓફ દિ સ્ટેપ્સ,બેટલ ઓફ દિ સેન્તોર્સ ,જીનેસીસના દ્રશ્યો,દિ લાસ્ટ  જજમેન્ટ,સેન્ટ જોન દિ બાપ્તીસ્ટ ,ક્યુંથીડ,પીયેટા ડેવિડ,સિસ્ટર ચૈપલ છત જેવા અદભુત મુર્તિવિધાનો માઈકલ એન્જલોની શાખમાં છે.
                વ્યક્તિગત જીવનમાં તેઓ ખાન-પાનમાં નીરસ,ઉદાસીન અને એકલવાયું જીવન જીવતા હતા.૧૫૬૪મા એન્જલોનું અવસાન થયું હતું.
               અંતમાં સૌકોઈને પ્રેરણા આપે તેવા  માઈકલ એન્જ્લોના ક્વોટ :
"મહાન કાર્યો કરવા લાંબો સમય ધૈર્ય રાખવું જરૂરી છે."

"મારા કામ શરુ કરતા પહેલા પથ્થરમાં કલાકૃતિ છુપાયેલી હોય છે.,હું તો માત્ર વધારાની ચીજો બહાર કાઢું છું."

"આપણા વિચારો સિવાય બીજી કોઈ બાબત પર આપણું નિયંત્રણ નથી હોતું."
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૬ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ



Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ