ભુપેન ખખ્ખર


પરંપરાભંજક ચિત્રકાર : ભૂપેન ખખ્ખર 
              ( ૧૯૩૪ - ૨૦૦૩ )
          આજે તારીખ ૧૦ માર્ચના રોજ જૂની રંગભૂમિના નટ અને દિગ્દર્શક  માસ્ટર કાસમભાઈ મીર ,એચ.ડી.એફ.સી બેન્કના સ્થાપક હસમુખભાઈ પારેખ ,રશિયાના રાજા ઝાર એલેકઝાંડર ત્રીજા અને ભારતીય કળાજગતના દિગ્ગજ  ચિત્રકાર ભૂપેન ખખ્ખરનો જન્મદિન અને સાવિત્રીબાઈ ફૂલે અને અર્થશાસ્ત્રી કે.ટી .શાહનો નિર્વાણ દિવસ છે .
              મુમ્બઈમાં પરંપરાગત કળાકાર કુટુંબમાં સૌથી મોટા સંતાન તરીકે જન્મેલા ભુપેન ખખ્ખરની ચાર વર્ષની વયે પિતાનું અવસાન થયું હતું . તેઓ મુંબઈ યુનિ.થી સ્નાતક થયા હતા અલબત્ત તેઓની સ્વપ્રશિક્ષિત કલાકાર તરીકેની કારકિર્દી તો બહુ મોડી શરુ થઇ હતી.
                 પ્રારંભે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહેલા ભૂપેન ખખ્ખર વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં જોડાયા હતા .૧૯૬૫ થી સોલો  ચિત્ર પ્રદર્શન અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોની શરૂઆત કરી હતી .તેઓના ચિત્ર પ્રદર્શનો લંડન ,બર્લિન ,ટોકિયો વગેરે સ્થાનોએ યોજાયા હતા .
               ભૂપેન ખખ્ખરના ચિત્રો   મુખ્યત્વે ભારતીય મિથકીય વિષયવસ્તુવાળા  અને વર્ણાત્મક અને જીવનચરિત્રાત્મક પણ રહ્યા છે .ચિત્રકલાના માધ્યમથી ભૂપેન  ખખ્ખરે સજાયીયતાને પણ આબેહુબ રીતે પ્રસ્તુત કરી છે .
             તેમની કળાસાધનાનું  દિ રોયલ પેલેસ ઓફ  આમ્સટરડેમમાં એવોર્ડ ,સ્ટાર ફાઉન્ડેશનની ફેલોશીપ અને પદ્મશ્રી એમ અનેક રીતે થયું છે .તેમના જીવન અને કાર્ય વિષે એકાધિક પુસ્તકો પણ લખાયા છે .
              અંગ્રેજીનો વિશેષ અભ્યાસ ન હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું  ૮ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૦ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ