કનુ દેસાઈ


 દાંડીકુચના ચિત્રકાર : કનુ દેસાઈ (૧૯૦૭ - ૧૯૮૦)

             આજના દિવસે ૧૯૩૦ના વર્ષે દાંડીકૂચનો પ્રારંભ થયો હતો. આજ દાંડીયાત્રાના ચિત્રો કંડારનાર કનુ દેસાઇનો આજે ૧૨ માર્ચના રોજ જન્મદિન પણ છે. 
            ભરૂચમાં જન્મેલા કનુ દેસાઇનો ઉછેર અમદાવાદમાં થયો હતો.૧૯૨૧માં યોજાયેલી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં સ્વયંસેવક તરીકે જોડાઈ જાહેરજીવનમાં પદાર્પણ કર્યું હતું. તેના બીજા જ વર્ષે કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી કળાશિક્ષણ પ્રાપ્ત કર્ય઼ું.૧૯૨૫માં ગુજરાત વિદ્યાપીઠની શિષ્યવૃતિ પર કળાના  વધુ પ્રશિક્ષણ માટે શાંતિનિકેતન ગયા જ્યાં નંદલાલ બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરના પ્રભાવમાં આવ્યાં.
             ૧૯૩૦માં ગાંધીજીના જીવન માટે મહાભિનિષ્ક્રમણ સમી દાંડીકૂચ શરૂ થતાં તેના ચિત્રો દોર્યા તેનું આલ્બમ કુમાર કાર્યાલય દ્વારા બહાર પડ્યું હતું.જે દાંડીકૂચનું ચિત્રમય દસ્તાવેજીકરણ બન્યું.૧૯૩૮માં હરીપુરામાં યોજાયેલી મહાસભામાં ડેલીગેટ બનવા સાથે અધિવેશન સ્થળને સુશોભિત કરવાનું કામ પણ કનુ દેસાઈએ કર્યું હતું. 
             કનુ દેસાઈ એ ચિત્રો ઉપરાંત સ્કલ્પચર અને પ્લાસ્ટર કાસ્ટીંગમાં પણ  કળાશક્તિ દાખવી હતી. તેમના કળાકીય સર્જનો" જીવન મંગલ "અને "નૃત્યરેખા "શીર્ષક તળે પ્રકાશિત થયા છે. તેઓએ ફિલ્મોના સેટ અને આર્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. જેમાં રામરાજ્ય, બૈજુ બાવરા, ભરત મિલાપ અને જનક જનક પાયલ બાજે વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.
             તેમની કળાસાધના રણજિતરામ સુવર્ણચંદ્રક, બેસ્ટ આર્ટ ડિરેકશનનો ફિલ્મ ફેર એવોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વગેરેથી પોંખાઇ છે. 
             ગુજરાતના કળા જગત અને જાહેરજીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કનુ દેસાઈનું. ૮ ડીસે.૧૯૮૦ નારોજ અવસાન થયું હતું. 
             આજે ઉદ્યોગપતિ બળવતભાઈ પારેખ ,આધુનિક તુર્કીના ઘડવૈયા મુસ્તુફા કમાલ પાસાનો જન્મદિન અને રમણ પાઠક ( વાચસ્પતિ ) ની પુણ્યતિથિ પણ છે .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૨ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ