કાંશીરામ
- Get link
- X
- Other Apps
માન્યવર : કાંશીરામ ( ૧૯૩૪ - ૨૦૦૬ )
" જિસકી જીતની સંખ્યા ભારી ,
" જિસકી જીતની સંખ્યા ભારી ,
ઉતની ઉસકી હિસ્સેદારી " અને
" જો બહુજન કી બાત કરેગા ,
વો દિલ્હી પર રાજ કરેગા "
જેવા સુત્રો દ્રારા ભારતીય રાજનીતિમાં બહુજન વિચારધારાનો પ્રભાવ પાથરનાર બહુજન નાયક શ્રી કાંશીરામનો આજે ૧૫ માર્ચના રોજ જન્મદિવસ છે . પંજાબના ખવાસપુર ખાતે રૈદાસી , રામદાસિયા શીખ પરિવારમાં જન્મેલા કાંશીરામના નિરક્ષર પિતાએ પોતાના આ સૌથી મોટા સંતાનને વિજ્ઞાનના સ્નાતક સુધી ભણાવ્યા હતા બાબાસાહેબ આંબેડકરથી ગાઢ રીતે પ્રભાવિત રહેલા કાંશીરામે દલિત-શોષિત સમાજ સંઘર્ષ સમિતિની સ્થાપના દ્રારા જાહેરજીવનની શરૂઆત કરી હતી . ૧૯૭૧મા દલિત ઉત્થાનના હેતુસર નોકરી ત્યાગી હતી .૧૯૭૩મા ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કમ્યુનીટીઝ એમ્પ્લોઇઝ ફેડરેશન ( બામસેફ )ની રચના દ્રારા તેમણે પછાત વર્ગોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો .૧૯૮૪મા બહુજન સમાજ પક્ષની સ્થાપના અને વિકાસ પછી તેઓ બહુજન સમાજના નાયક તરીકે ઉભરી આવ્યા હતા .દલિતોના રાજનૈતિક એકીકરણ અને ઉત્થાન માટે જીવનપયર્ન્ત કાર્યરત રહેનાર કાંશીરામે દલિત હક્કોની લડાઈ માટેની મજબુત બુનિયાદ તૈયાર કરી હતી .તે થકી ઉત્તરપ્રદેશ ઉપરાંત પંજાબ અને મધ્યપ્રદેશમાં અસરદાર દલિત સ્વર પેદા થયો હતો .કાંશીરામે " ચમચા યુગ "નામનું પુસ્તક પણ લખ્યું છે .આજીવન કુંવારા અને પોતાનો આખો જન્મારો બહુજન હિતાય માટે ખર્ચી નાંખનાર કાંશીરામનું ૯ ઓક્ટોબર ૨૦૦૬ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૫ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment