આંધ્રના જનક


આંધ્રના પિતા : પોટ્ટી શ્રીરામુલું ( ૧૯૦૧ - ૧૯૫૨ )

" જો મારી પાસે શ્રીરામુલું જેવાં ૧૧ વધુ સ્વતંત્રતા સૈનિકો હોય તો હું એક વર્ષમાં આઝાદી મેળવી લઉં"
          આ શબ્દો મહાત્મા ગાંધીએ આંધપ્રદેશના જુજારું નેતા પૉટ્ટી શ્રીરામુલું માટે ઉચ્ચાર્યા હતાં. આજે તેમનો જન્મદિવસ છે. જૂનાં મદ્રાસ પ્રાંતના નેલ્લોર જિલ્લામાં જન્મેલાં મદ્રાસમાં સેનેટરી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલાર રેલવેમાં નોકરીમાં
જોડાયાં હતાં.
       ૧૯૨૮માં પત્ની અને નવજાત શિશુનું અવસાન પછી નોકરી છોડી આઝાદીના જંગમાં ઝંપલાવ્યું.તે પછી મીઠા સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ,
હિંદ છોડો આંદોલન જેવી પ્રવુતિઓ ઉપરાંત ગાંધીવાદી રચનાત્મક કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું. ઘણીવાર  જેલમાં પણ ગયા હતા. 
         આઝાદી પછી તેઓ ગ્રામ પુનઃ નિર્માણ, દલિતોનો મંદિરપ્રવેશ અને આધ્રના નવા રાજયની રચના માટે સક્રિય થયાં હતાં.આંધ્રનું ભાષાના ધોરણે નવું રાજ્ય રચાવું જોઇએ તેવી માંગ સાથે પોટ્ટી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. ૧૫ ડીસે.૧૯૫૨ ના રોજ ઉપવાસ દરમિયાન જ તેમનું અવસાન થયું. 
       તેમની શહીદીએ જબરદસ્ત લોકજુવાળ ઊભો કર્યો. તેની સામે ઝુકી કેન્દ્ર સરકારે માત્ર ત્રણ દિવસમાં આંધના નવા રાજયની જાહેરાત કરવી પડી.  ભારતમાં ભાષાના ધોરણે રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં શ્રીરામૂલુંનું બલિદાન મોટું કારણ બન્યું હતું. ગુજરાત રાજ્યની રચનામાં
પણ તેની અસર થઈ હતી. તેમનું જે સ્થળે અવસાન થયું  તે સ્મારક તરીકે ઘોષિત થયું હતું.
         આજે સાહિત્યકાર યશવંત દોશીનો જન્મદિન અને " વડનગરના અશ્વિનીકુમાર " ડોક્ટર વસંત પરીખનો નિર્વાણ દિવસ પણ છે .
Show quoted text

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ