કલ્પના ચાવલા
- Get link
- X
- Other Apps
અંતરીક્ષની પરી: કલ્પના ચાવલા (૧૯૬૨..૨૦૦૩)
આજ તારીખ ૧૭ માર્ચ મુઘલ બાદશાહ હુમાયુ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાન અને અંતરીક્ષ પરી કલ્પના ચાવલાનો જન્મ દિવસ છે.
રાકેશ શર્મા પછીના બીજા ભારતીય અને ભારતના પહેલાં મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પનાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. ચાર ભાઈ .. બહેનોમાં સૌથી નાના કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું.પિતા કલ્પનાને ડોક્ટર કે શિક્ષક બનાવવા ઇચ્છતા હતાં જ્યારે તેઓ અંતરિક્ષ ભ્રમણની કલ્પના કરતાં રહેતાં.
કરનાલમાં સ્કુલીંગ અને ચંદીગઢથી ઇજનેરીનો અભ્યાસ કરી ૧૯૮૨ માં અમેરિકાની યુનિ. ઓફ ટેકસાસથી એરોસ્પેશ એન્જીનીયરિંગમાં પદવી અને ૧૯૮૮ માં પીએચ. ડી ની ડીગ્રી મેળવી હતી.૧૯૮૮ માં નાસા સાથે જોડાયા,૧૯૯૧ માં અમેરિકન નાગરિક બન્યાં. કલ્પના ચાવલા એ તેમની પહેલી અંતરીક્ષ યાત્રા ૧૯ નવે.૧૯૯૭માં થઈ. લગભગ ૧૦.૪ મિલિયન માઈલ અંતર અને ૩૭૨ થી વધુ કલાકો સ્પેશમાં રહ્યાં. પરંતુ તેમની ૨૦૦૩ માં કરેલી બીજી અંતરીક્ષ યાત્રા સફળ ન રહી ૧ ફેબ્રઆરી ૨૦૦૩ ના રોજ તેમનું યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરતાં જ તુટી પડ્યું. અને "હું અંતરીક્ષ માટે બની છું, પ્રત્યેક ક્ષણ અંતરીક્ષ માટે વીતાવી છે અને તેના માટે જ મરીશ"જેવાં ખુદ કલ્પના ના શબ્દો સાચા સાબિત થયા.
ભારતની આ બેટીને મળેલા સન્માનોની યાદી બહુ મોટી છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૭ માર્ચ ૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment