કવિ છોટમ


છોટમ  : છોટાલાલ કાળીદાસ ત્રવાડી  
            ( ૧૮૧૨ - ૧૮૮૫ )
          આજે તારીખ ૨૪ માર્ચના રોજ ૧૯મા સૈકાના ગુજરાતના સંત કવિ છોટાલાલ કાળીદાસ ત્રવાડી ઉર્ફે કવિ છોટ્મનો જન્મદિન અને કવિ લલિત ,  બૌદ્ધ સાહિત્યના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વેણી માધવ બરુવા , બ્રિટીશ રાજ્યશાસ્ત્રી હેરાલ્ડ લાસ્કી અને ૧૬મા સૈકાના ઈંગ્લેન્ડના વિશ્વ વિખ્યાત રાણી એલિઝાબેથ પહેલાનો નિર્વાણ દિવસ છે . 
        આજના આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામે  કવિ છોટ્મનો  જન્મ થયો હતો .તેમના પૂર્વજોએ મલાતજ ગામ વસાવ્યું હતું . કવિ છોટ્મે ૧૭ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતા , નાના ભાંડુઓની જવાબદારી તેમના શિરે આવી પડી હતી .કૌટુંબિક જવાબદારીઓ અદા કરવા  તલાટીની નોકરી કરી હતી .
        કવિ છોટ્મ જ્ઞાન યોગ અને ભક્તિ યોગના ઉપાસક હતા .તેમનું જીવન ઘડતર સંત પુરુશોત્તમના સાન્નિધ્યમાં થયું હતું . લોકબોલીના આ કવિએ ૪૦૦ ઉપરાંત પદ ,૩૫ જ્ઞાન કાવ્યો અને ૨૦ આખ્યાનોની રચના કરી હતી .કવિ છોટ્મનું સમગ્ર સાહિત્ય  "  શ્રી છોટ્મ વાણી ગ્રંથ " માં સંગ્રહિત થયું છે .ચરોતરના હોવા છતાં ૧૯મા સૈકામાં તેમની રચનાઓ કાઠીયાવાડ સુધી પ્રચલિત થઈ હતી.
         તેમના ગામ મલાતજમાં દર વર્ષે  તેમની જન્મ જયંતી અને પુણ્યતિથિ  ભાવપૂર્વક ઉજવાય છે .મલાતજમાં કવિ છોટ્મની અર્ધ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે .
           તારીખ ૫ નવેમ્બર ૧૮૮૫ના રોજ ગુજરાતના આ સંત કવિ અને યોગીનું અવસાન થયું હતું .ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસકાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી કવિ છોટ્મના વંશજ હતા .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ