હેમંત દેસાઈ
- Get link
- X
- Other Apps
ઈંગિત : હેમંત દેસાઈ ( ૧૯૩૪ - ૨૦૧૧ )
" સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું ,
અહી હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું ! "
આ પંક્તિના કર્તા અને જાણીતા કવિ શ્રી હેમંત દેસાઈનો આજે જન્મદિવસ છે .
" સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું ,
અહી હાર્યા પછીથી એ રમતનો સાર પામું છું ! "
આ પંક્તિના કર્તા અને જાણીતા કવિ શ્રી હેમંત દેસાઈનો આજે જન્મદિવસ છે .
દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા ખાતે જન્મેલા હેમંત દેસાઈએ વિનયન સ્નાતક ,અનુસ્નાતક અને પીએચ.ડી સુધી અભ્યાસ કર્યો હતો .તેઓની વ્યવસાયી કારકિર્દી શાળામાં શિક્ષક અને કોલેજમાં અધ્યાપક સુધી રહી હતી.
ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે કવિતા સર્જન અને વિવેચનને જ પોતાનું ખાસ લેખન ક્ષેત્ર બનાવનાર હેમંત દેસાઈએ ઈંગિત ,મહેક નજરોની ગહેક સપનાની ,સોનલ મૃગ જેવા કાવ્ય ગ્રંથો અને અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણ ,કવિતાની સમજ અને શબ્દાશ્રય જેવા વિવેચનના ગ્રંથો રચ્યા છે .
હેમંત દેસાઈની સાહિત્ય સર્જન પ્રવુતિઓનું કુમાર ચંદ્રક ,કલાપી એવોર્ડ ,રમણલાલ જોશી પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું .તેઓ કવિલોક સામયિકના તંત્રી , ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહ્યા હતા .
ગુજરાતી કાવ્ય સાહિત્ય ક્ષેત્રના ગણમાન્ય કવિ હેમંત દેસાઈનું ૨ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અવસાન થયું હતું .
આજે સ્વતંત્રતા સૈનિક જીવણલાલ દિવાન, ક્ષ કિરણોના શોધક વિલ્હેલ્મ રોન્ત્જન અને રસાયણવિદ કાર્લ પિયર્સનનો જન્મદિન તથા ઇસ્લામી પુનરુત્થાનના અગ્રણી સર સૈયદ એહમદ અને અભિનેતા જૈમીની ગણેશનની પુણ્યતિથિ પણ છે .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૭ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment