સાપુરજી સકલાતવાલા


      સાપુરજી સક્લાતવાલા  ( ૧૮૭૪ - ૧૯૩૬ )
         આજે તારીખ ૨૮ માર્ચ અને ક્રિકેટર પોલી ઉમરીગર , દિ મધરના કર્તા રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કી અને ભારતીય રાજનીતિજ્ઞ સાપુરજી સક્લાતવાલાનો
જન્મદિવસ છે.
         સાપુરજી સક્લાતવાલાનો જન્મ વેપારી પિતાને ત્યાં મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો.સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા ,બેરિસ્ટર થયા અને વકીલાત શરુ કરી.તાતા  કંપનીમાં કામ શરુ કર્યું બ્રિટન ગયા
ઇંગ્લેન્ડમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સંગઠિત કર્યા .૧૯૦૭માં બ્રિટીશ મહિલા સાથે લગ્ન કર્યા  અને ૧૯૦૯માં માન્ચેસ્ટરમાં સ્વતંત્ર મજુર પક્ષમાં સક્રિય થયા .
         સાપુરજીને ૧૯૧૭ની રશિયાની બોલ્શેવિક ક્રાંતિએ ખાસ્સા પ્રભાવિત કર્યા હતા.દરમિયાન વિશ્વભરના સામ્યવાદી વિચારકો સાથે સંપર્કમાં આવ્યા .ભારતીય હોમ રુલ લીગના સભ્ય પણ બન્યા .૧૯૨૧મા કમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ગ્રેટ બ્રિટન સ્થાપી તેના નેજા નીચે બ્રિટીશ ધારાસભાના ત્રીજા એથનિક ભારતીય બન્યા . તેમની પહેલા દાદાભાઈ નવરોજી અને મનચેરજી ભાવનગરી આ પદ પર હતા.૧૯૨૯મા ધારાસભાની ચુંટણી હાર્યા . 
         સાપુરજીએ the empire of labour , india in the labour would,british imperialism જેવા પુસ્તકો પણ લખ્યા હતા . 
          સક્લાતવાલાનું ૧૯૩૬માં હદયરોગના હુમલાથી લંડનમાં અવસાન થયું હતું. ભારતીય રાજનીતિમાં લાંબો સમય સુધી પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર  શાપુરજી સક્લાત વાળાના નામ સાથે  અનેક સંસ્થાઓ ,સ્મૃતિઓ આજે પણ કાર્યરત છે.
સૌજન્ય દિવ્ય ભાસ્કર ,૨૮ માર્ચ ૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ