ઉત્પલ દત્ત
- Get link
- X
- Other Apps
અભિનેતા ઉત્પલ દત્ત (૧૯૨૯ - ૧૯૯૩)
આજે અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક ઉત્પલ દત્તનો જન્મદિવસ છે.
આજના બાંગ્લાદેશનાં બારિસાલ ખાતે જન્મેલા ઉત્પલ દત્ત બારિસાલ કોલકાતા યુનિવર્સિટીનાં સ્નાતક અને ગૌહાટી યુનિ.ના અનુસ્નાતક હતાં. સ્થાનિક સમાચારપત્રમાં રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અંગેજીના શિક્ષક પણ થયા.સાથે બંગાળી નાટકો પણ તેમનો પસંદગીનો વિષય રહ્યો હતો.૧૯૪૯ માં લિટલ થિયેટર ગ્રૂપની સ્થાપના કરી હતી.કલ્લોલ, લુહા મનોબ, તાઇનાર ટોલાર,મહા વિદ્રોહ જેવા નાટકો કર્યા. તેમનાં નાટકોનો પ્રધાન વિષય સામ્યવાદ પ્રચાર રહ્યો છે.
નાટકમાં અભિનય દરમિયાન નિર્માતા મધુ બોઝ પ્રભાવિત થયા અને ફિલ્મોનો રસ્તો પ્રશસ્ત થયો. ઉત્પલ દત્ત તે પછી ૪૦ વર્ષની કારકર્દીમાં ૧૦૦ ઉપરાંત બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ભુવન શોમ, આંગતુક, બ્રીઝી, ગોલમાલ,રંગ બિરંગી,ગુડ્ડી,નરમ ગરમ, શૌકીન પ્રમુખ ફિલ્મો છે. દત્તે ફિલ્મોમાં વિલન અને નાયકની ભૂમિકા પણ અદા કરી છે.
અભિનેતા ઉત્પલ દત્તનું ફિલ્મનો નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેરનો બેસ્ટ કોમેડિયન એવોર્ડ અને સંગીત માતા અકાદમી એવોર્ડ, ઉત્પલ દત્ત નાટ્યોત્સવ વગેરેથી સન્માન થયું હતું .
૨૦મી સદીના આ પ્રગતિશીલ નાટ્યકાર અને તેજસ્વી અભિનેતાનું ૧૯ ઓગસ્ટ ૧૯૯૩ માં કલકતામાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૯ માર્ચ ૨૦૨૦ , અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment