અમેરિગો વેશ્યુચી
- Get link
- X
- Other Apps
અમેરિકા નામાભિધાન : અમેરિગો વેશ્યુચી
( ૧૪૫૪ - ૧૫૨૨ )
અમેરીકા ખંડ પર પહેલો પહોંચનાર ક્રિસ્ટોફર કોલંબસ હતો.પરંતુ અમેરીકા નામાભિધાન કરવાનું શ્રેય ઇટાલિયન ભૂગોળવિદ અમેરિગો વેશ્યુચીને ફાળે જાયછે. આજે તેમનો જ્ન્મદિન છે.
ઇટાલીના ફ્લોરેન્સમાં જન્મેલા અમેરિગો જ્યોતિષ અને ભૂગોળવિદ્યામાં ગજબની રુચિ હતી. નાનપણથી જ ગ્લોબ,રેખાચિત્રો અને નકશાઓનો સંગ્રહ કરતો. પરિણામે યુવાવસ્થામાં તો કુશળ નક્શાશાસ્ત્રી
બની ચૂકયો હતો. ૧૪૯૩માં જાનતા વેરાડી નામની વેપારી પેઢીના પરિચય પછી કોલંબસની બીજી સમુદ્રયાત્રામાં સહયોગી બન્યો. વેશ્યુચીએ ઈ.સ ૧૪૯૭થી૧૫૦૫ દરમિયાન થયેલી સમુદ્રયાત્રાઓમાં એશિયા મહાદ્વીપ,શ્રીલંકા અને હિંદ
મહાસાગરમાં મુસાફરીઓ કરી. ફલશ્રુતિરૂપે ૧૫૦૮સુધીમાં સ્પેનનો પ્રમુખ નાવિક બની વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી
મહાસાગરમાં મુસાફરીઓ કરી. ફલશ્રુતિરૂપે ૧૫૦૮સુધીમાં સ્પેનનો પ્રમુખ નાવિક બની વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી
કાઢ્યું હતું કે બ્રાઝીલ અને વેસ્ટ ઈન્ડિઝ પૂર્વ એશિયાના ભાગ નથી.
૧૦ જૂન ૧૫૦૩ના રોજ પોર્ટુગલના નેજા નીચે સમુદ્રયાત્રા આરંભી.૧૫૦૭માં તેણે સાબિત કર્યુ કે કોલંબસે શોધેલી નવી દુનિયા એશિયા નહીં પણ અમેરીકા છે. પ્રસ્તુત યાત્રામાં તેણે રિયો ડિ જાનેરો અને રિયો ડિ પ્લાટાની શોધ પણ કરી હતી.
પોતાનું ઘણુંખરું જીવન સમુદ્રયાત્રાઓમાં વીતાવી આપણા ભૌગોલિક જ્ઞાનમાં અભિવૃદધી કરનાર અમેરીગો વેશ્યુચીનું ૨૨ ફેબ્રુઆરી ૧૫૧૨ના રોજ સ્પેનમાં
મલેરિયાથી અવસાન થયું હતું. આજે અભિનેતા ઓમપુરી ,અંતરીક્ષયાત્રી યુરી
ગેગેરીનનો જન્મદિવસ અને સંત તુકારામ ,મહારાજા ભગવતસિંહ ,ઝવેરચંદ મેઘાણી અને અભિનેત્રી દેવિકા રાણીની પુણ્યતિથિ પણ છે .
ગેગેરીનનો જન્મદિવસ અને સંત તુકારામ ,મહારાજા ભગવતસિંહ ,ઝવેરચંદ મેઘાણી અને અભિનેત્રી દેવિકા રાણીની પુણ્યતિથિ પણ છે .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૯ માર્ચ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment