સત્યજિત રે


    શો મેન  : સત્યજીત  રે  (  ૧૯૨૧ - ૧૯૯૨ )
       આજે તારીખ ૨  મે ના રોજ  મહાન ફિલ્મ સર્જક  સત્યજીત રે  , ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ  વર્ધમાન  શાહ અને રશિયાની મહાન સામ્રાજ્ઞી  કેથેરીન દિ ગ્રેટનો જન્મદિવસ છે . 
        કોલકાતામાં  કળાપ્રેમી  પરિવારમાં  જન્મેલા સત્યજીત રે એ  પ્રેસિડેન્સી કોલેજ , કોલકાતા  યુનિ . અને  વિશ્વ ભારતીમાંથી  શિક્ષણ  પ્રાપ્ત કર્યું  હતું . 
        સત્યજીત રેની  કારકિર્દી ચિત્રકાર  તરીકે શરુ  થઇ  હતી .લંડન પ્રવાસ દરમિયાન  ઇટાલિયન નિર્માતાની ફિલ્મથી  પ્રભાવિત  થઇ  ફિલ્મોના  નિર્માણના  ક્ષેત્રે  આવ્યા હતા .તેઓએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રે નિર્માતા  પટકથા લેખન  , ગીતકાર  જેવી અનેક જવાબદારીઓ  વહન કરી  હતી . 
     પોતાની  ફિલ્મ સર્જન  કારકિર્દી દરમિયાન માનવીય અભિગમ  દર્શાવતી  ફીચર  , દસ્તાવેજી  અને શોર્ટ ફિલ્મો જેવી  અનેક ફિલ્મો  બનાવી  હતી . જેમાં પાથેર  પાંચાલી  ,અપરાજીતો  , અપૂર સંસાર , સોનાર  કેલ્લા  ,ચારુ લત્તા  અને પ્રતીદ  વાંદી  વગેરેનો  સમાવેશ થાય છે.
        ફિલ્મ સર્જનના ક્ષેત્રે  અત્યંત ઝીણું  કાંતનાર  સત્યજીત રે  ફિલ્મ સર્જનમાં સફળતાના  પર્યાય  બન્યા  હતા .તેમની  પાથેર પાંચાલી  ફિલ્મને એકાધિક  સન્માનો  પ્રાપ્ત  થયા હતા .  જેણે સત્યજીત રે નો  સફળતાનો માર્ગ ખુુલ્લો કર્યો  હતો .
          તેઓએ    કેટલાક પુસ્તકો પણ  લખ્યા  છે . સત્યજીત રે સાહિત્ય અકાદમી  પુરસ્કાર , દાદાસાહેબ  ફાળકે  સન્માન ,  માનદ  ડોકટરેટ અને ભારતરત્નથી  પુરસ્કૃત  થયા  હતા .  
        ભારતીય  ફિલ્મોની  વૈશ્વિક  ઓળખ ઊભી  કરનાર સત્યજીત રે નું ૨૩ એપ્રિલ ૧૯૯૨ના  રોજ કોલકાતામાં અવસાન  થયું હતું .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨ મે ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ