ગુરુદત્ત


 
ભારતના ઓર્સન વેલ્સ: ગુરુદત્ત (૧૯૨૫ - ૧૯૬૪)
        આજે તારીખ ૯ જુલાઇ અને રશિયાના પહેલાં શાસક ( ઝાર ) પીટર દિ ગ્રેટ અને ભારતનાં ઓર્સન વેલ્સ તરીકે પણ ઓળખાણ પામેલાં ગુરુદત્તનો જન્મદિવસ છે. 
        બેંગ્લોરમાં જન્મેલાં ગુરુદત્તનું મૂલનામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમના પિતા સ્કૂલમાં હેડ માસ્તર હતાં. ગુરુદત્તના જન્મ સમયે માતાની વય ૧૬ વર્ષ હતી. ગુરુદત્તનું બચપણ કોલકતામાં વીત્યું હતું જ્યાં બંગાળી સંસ્કૃતિનો તેમના પર એટલો તો પ્રભાવ પડયો કે તેઓએ જન્મનું નામ બદલી ગુરુદત્ત રાખી લીધું. 
       તેમનાં દાદી હાથની આંગળીઓથી દિવાલ પર વિવિધ મુદ્રામાંથી આકૃત્તિઓ ઉપસાવતાં તે ગુરુદત્તના અભિનય વર્ગનું પહેલું પ્રશિક્ષણ હતું. પછી તો નૃત્ય, નાટક અને સંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી. ફિલ્મી દુનિયામાં આવતાં પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે પણ કામ કર્યું હતું. 
       અભિનેતા , નિર્દેશક, નિર્માતા અને કોરિયોગ્રાફર  ગુરુદત્તે શરૂમાં જરુર પડતાં અભિનય કરવાની ફરજ પડી હતી. પછી તો ૧૯૫૦-૬૦નો દાયકો ગુરુદત્તના નામે રહ્યો હતો. પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહેબ, બીબી ઓર ગુલામ, ચૌદહવી કા ચાંદ જેવી અનેક ફિલ્મો કરી. તેમાં પ્યાસા અને કાગઝ કે ફૂલ  જેવી ફિલ્મો ટાઈમ મેગેઝીનની યાદીમાં શ્રેષ્ઠ ૧૦૦ ફિલ્મોમાં સ્થાન પામી હતી. તેઓ પોતે સી.એન.એન ના શ્રેષ્ઠ ૨૫ એશીયાઇ નિર્દેશકોની યાદીમાં સ્થાન પામ્યાં હતાં.
      બે લગ્નો કરનાર ગુરુદત્તનું ૧૦ ઑક્ટોબર ૧૯૬૪ ના રોજ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૯ જુલાઈ ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ