ડેવિડ થોરો
- Get link
- X
- Other Apps
ડેવિડ થોરો (૧૮૧૭-૧૮૬૨)
આજે શાંતિનું નોબલ પારિતોષિક પામનાર મલાયા યુસુફજાઈ ,વિચારક હેનરી ડેવિડ થોરો ,સાહિત્યકાર પાબ્લો નેરુદા અને ગુજરાતી સંશોધક અને સાહિત્યકાર શ્રીકલ્યાણરાય જોશીનો જન્મદિવસ છે .
આજે જન્મેલા મહાનુભાવોમાંથી આપણે પરિચય કરીએ અમેરિકન કવિ નિબંધકાર અને દાર્શનિક હેનરી ડેવિડ થોરોનો .થોરોનો જન્મ અમેરિકાના મેસેચ્યુંસેટસ રાજ્યના કન્કર્દ ખાતે થયો હતો.તેમનો બાહ્ય દેખાવ એવો હતો કે એકવાર તેમને જોનાર થોરોને ભૂલી શકતા નહિ .
હાર્વડ કોલેજમાં ક્લાસિક,તત્વજ્ઞાન,ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે તેઓ સ્નાતક થયા હતા.હેનરી ડેવિડ થોરોનું સ્મરણ ખાસ કરીને તેમના પુસ્તકો અને પર્યાવરણવાદી વિચારો માટે કરવામાં આવે છે .વાલ્ડેન તેઓની પસિદ્ધ કૃતિ છે.તેમાં તેઓએ પ્રકુતિના ખોળે જીવન જીવવાનો સાર રજુ કર્યો છે.તે ઉપરાંત રજીસ્ટ્રેશન ટુ સિવિલ ગર્વમેન્ટ ,રાઈટીંગ્સ ઓન નેચરલ હિસ્ટરી અને ડાયરેકટ એક્શન એનાર્કીઝમ વગેરે તેમના મહત્વપૂર્ણ ગ્રંથો છે.
થોરોએ પ્રકુતિ સવર્ધન બાબતે ઉચ્ચતમ વિચારો રજુ કર્યા છે.તેઓ કહેતા હતા કે નદીઓ અને તળાવો પૃથ્વી પરની સૌથી કીમતી બાબતો છે અને ધરતીની આંખો સમાન છે પ્રકુતિને જોનારા પોતાના હદયના ઊંડાણથી પણ પરિચિત થાય છે.પ્રકુતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેલ સાધી શકે છે.
હેનરી ડેવિડ થોરોના વિચારોએ અનેક મહાનુભાવો અને લોકોને પ્રભાવિત કર્યા હતા તેમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી,જ્હોન એફ કેનેડી,માર્ટીન લ્યુથર કિંગ અને રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સટોયનો પણ સમાવેશ થાય છે.ગાંધીજીએ ૧૯૩૦ના વર્ષે શરુ કરેલા સવિનય કાનુન ભંગ આન્દોલનમાં થોરોના વિચારોની પ્રેરણા રહી હતી.

૬ મેં ૧૮૬૨ના રોજ આ દુનિયામાંથી માત્ર ૪૪ વર્ષની નાની ઉમરે વિદાય લેનાર હેનરી ડેવિડ થોરોનું જીવન વૈશ્વિક જ્ઞાન જગતમાં તેજ લીસોટા સમાન છે.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૨ જુલાઈ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Nice
ReplyDelete