ગની દહીંવાલા
ગઝલના બુલબુલ : ગની દહીવાલા ( ૧૯૦૮ - ૧૯૮૭ ) આજે તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મોટા ગજાના ગઝલકાર ગની દહીવાલા ,રંગભૂમિના નટ અને દિગ્દર્શક બરજોર પટેલ , સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ ,નવલકથાકાર અમૃતલાલ નાગરનો જન્મદિન અને ક્રાંતિકાર મગનલાલ ઢીંગરાની પુણ્યતિથિ છે . ગની દહીવાલાનું આખુનામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા હતું . સુરતમાં જન્મેલાં ગની દહીવાલા ગુજરાતી ત્રણ ચોપડી સુધીજ ભણ્યા હતાં .તેમનો વ્યવસાય દરજીકામ હતો . સુરતમાં તેઓએ સ્વરસંગમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી .મહા ગુજરાત ગઝલ મંડળના ગની દહીવાલા સ્થાપક સભ્ય હતાં . ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે ગઝલને પોતાના સર્જનનું ખાસ ક્ષેત્ર બનાવનાર ગની દહીવાલાએ ગાતાં ઝરણાં , મહેંક , મધુરપ , ગનીમત , નિરાંત ,ફાંસ ફૂલની અને ગનીભાઈનાં શ્રેષ્ઠ કાવ્યો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં છે . ભીખારણનું ગીત અને ચાલ મજાની આંબાવાડી તેમની જાણીતી રચનાઓ છે . ...