માસ્તર કરીમ મહમદ


વિસરાયેલા વિદ્વાન : કરીમ મહમદ માસ્તર  
              ( ૧૮૮૪  - ૧૯૬૨ )
    આજે તારીખ ૧૮ ઓગસ્ટના રોજ મરાઠા સેનાપતિ બાજીરાવ પહેલાં , કરીમ મહમદ માસ્તર ,લીનાબેન મંગળદાસ , કુલપતિ એન.વી .વસાણી સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કર અને બ્રિટીશ પ્રધાન મંત્રી જ્હોન રસેલનો જન્મદિવસ છે .
     વહોરા પરિવારમાં જન્મેલાં કરીમ મહમદે નડિયાદમાં વકીલાત અને જુનાગઢ સદર અદાલતમાં જજ તરીકે કામ કર્યું હતું .૧૯૪૮માં નિવૃત થયા પછી તેઓએ અધ્યયન અને સંશોધન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું .તેઓનું વિશેષ સ્મરણ મહા ગુજરાતના મુસલમાનો , પંચસુરા અને મુસલમાન વકફ આક્ટ જેવાં પુસ્તકોના લેેેખન માટે થાય છે .
      મહા ગુજરાતના મુસલમાનો નામનો બે ભાગમાં લખાયેલો ગ્રંથ આજે પણ  માહિતીપૂર્ણ અને પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે .તેમનું પંચસુરા નામનું પુસ્તક ઇસ્લામ વિશેની શાસ્ત્રીય માહિતી આપે છે .
      ૨૧ ડીસેમ્બર ૧૯૬૨ ના રોજ ૭૮ વર્ષની વયે કરીમ
મહમદ માસ્તરનું અવસાન થયું હતું .તેમની સર્જન શક્તિ કવિતામાં પણ પ્રતિબિમ્બિત થાય છે :
" અશ્રુ સરે છે આંખથી ,કલ્પાંત થાયે અંતરે ,

ઈબ્રાહીમો ! તુજ યાદમાં , હા , ઝૂરવું બાકી હવે

ને તોય હું મુખથી વદુ , અલ્લાહને જે પ્રિય છે ,

આવ્યા સહુ અલ્લાહથી પાછા જવાનું ત્યાં જ છે ."
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૮ ઓગસ્ટ ૨૦૨૦,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ