ચંદ્રકાંત બક્ષી
- Get link
- X
- Other Apps
આજે તારીખ ૨૦ ઓગસ્ટ અને આજીવન સંશોધક રસિકલાલ પરીખ , નારાયણ ગુરુ , રાજીવ ગાંધી
અને ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ તથા લોક સંગીતજ્ઞ હેમુ ગઢવી ,અવિનાશ વ્યાસ , રાજનેતા સનત મહેતા અને રશિયન સામ્યવાદી નેતા લિયોન ટ્રોટસ્કીની
પુણ્યતિથિ છે.
અને ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ તથા લોક સંગીતજ્ઞ હેમુ ગઢવી ,અવિનાશ વ્યાસ , રાજનેતા સનત મહેતા અને રશિયન સામ્યવાદી નેતા લિયોન ટ્રોટસ્કીની
પુણ્યતિથિ છે.
ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરમાં અને અભ્યાસ એમ.એ , એલ.એલ .બી સુધીનો .કલકતામાં વ્યવસાય કરતાં સાહિત્ય સર્જન શરુ કર્યું .બક્ષી મુંબઈમાં ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્રના અધ્યાપક , આચાર્ય અને પત્રકાર પણ રહ્યાં હતા .
તેઓની વિશેષ ઓળખ સાહિત્યકાર અને કટાર લેખક તરીકેની હતી .સાહિત્ય સર્જન ક્ષેત્રે ચંદ્રકાંત બક્ષીએ પડઘા ડૂબી ગયા , રોમાં ,એકલતાના કિનારા ,આકાર ,અતીતવન , પેરેલિસિસ , એક સાંજની મુલાકાત , હું કોનારક શાહ ,બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ , ચદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો , તવારીખ , વાતાયન જેવાં નવલકથા , વાર્તા , ઈતિહાસ અને રાજકારણ
જેવાં અનેક વિષયો પર ૧૮૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે . તેમણે બક્ષીનામાશીર્ષકથી ત્રણ ભાગમાં આત્મકથા લખી છે .
જેવાં અનેક વિષયો પર ૧૮૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે . તેમણે બક્ષીનામાશીર્ષકથી ત્રણ ભાગમાં આત્મકથા લખી છે .
ગુજરાતી સાહિત્યમાં લેખનનો નવાચારી અભિગમ શરુ કરનાર બક્ષી સર્જનમાં ઘટનાના બેતાજ બાદશાહ ગણાતા હતાં .ચંદ્રકાંત બક્ષી મુંબઈના શેરીફ પણ રહ્યાં હતાં .
લેખન મારાં માટે મનોવિકાર કે આત્મરતિ નથી તેમ કહેનાર ચંદ્રકાંત બક્ષીનું ૨૫ માર્ચ ૨૦૦૬ના રોજ ૭૩ વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું . વિશાળ ચાહક વર્ગ ધરાવતાં બક્ષી દિવ્ય ભાસ્કરના કટાર લેખક હતાં .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૦ ઓગસ્ટ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment