સુનિલ ગંગોપાધ્યાય
- Get link
- X
- Other Apps
સુનીલ ગંગોપાધ્યાય ( ૧૯૩૪ -૨૦૧૨ )
આજે તારીખ ૭ સપ્ટેમ્બર અને નિર્માતા - દિગ્દર્શક મહેબુબખાન , ઈંગ્લેન્ડના રાણી ઈલીઝાબેથ પ્રથમ , પારસી મહિલા તબીબ બાનુ જહાંગીર કોયાજી ,નામાંકિત શિક્ષણશાસ્ત્રી , વિઠ્ઠલ કામત , બંગાળના મૂર્ધન્ય સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાયનો જન્મદિવસ તથા ગઝલકાર મનહર ' દિલદાર ' ની પુણ્યતિથિ છે .

ફરીદપુરમાં જન્મેલા સુનીલ ગંગોપાધ્યાયે કોલકાતા યુનિ.માંથી બંગાળી સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો .કવિતા ,લઘુકથા , નવલકથા , યાત્રા વૃતાંત અને બાળકથાઓ વિષયક ૨૦૦ થી વધુ પુસ્તકો લખનાર સુનીલ ગંગોપાધ્યાય કવિતાને પોતાનો પ્રથમ પ્યાર ગણતા હતાં .
પ્રથમ આલો ( First light) ,સેઇ સોમોય (Those days )વગેરે તેઓની અત્યંત જાણીતી કૃતિઓ છે . સુનીલ ગંગોપાધ્યાયની નીરા કવિતા શુન્ખલા ઘણી લોકપ્રિય રહી હતી . ગંગોપાધ્યાય કીર્તિવાસ પત્રિકાના સંપાદક પણ રહ્યાં હતા . તેઓ નીલ લોહિત ,સનાતન પાઠક અને નીલ ઉપાધ્યાય ઉપનામથી લખતાં હતાં .
બંગાળી સાહિત્યમાં નવી શૈલી પેશ કરનાર સુનીલ ગંગોપાધ્યાયનું સ્મરણ બંગાળી સાહિત્યના સંરક્ષક તરીકે પણ થાય છે .તેમનું સરસ્વતી સન્માન ,આનંદ પુરસ્કાર , હિંદુ સાહિત્ય પુરસ્કાર , સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન થયું હતું. ગંગોપાધ્યાય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યાં હતાં .
બંગાળી સાહિત્યના માર્ગસ્તંભ સમાન સુનીલ ગંગોપાધ્યાયનું ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૭૮ વર્ષની વયે હદયરોગના હુમલાથી કોલકાતામાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment