વિનોબા ભાવે


ભૂદાનયાત્રી : વિનોબા ભાવે (૧૮૯૫-૧૯૮૨)
     આજે તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ વિનોબા ભાવે ,પુપુલ જયકર ,લાલા અમરનાથ અને મહમંદ કરીમ ચાગલાનો જન્મદિવસ છે અનેઅનસૂયા બેન સારાભાઈ ,જ્યોતીન્દ્ર દવે અને મહાદેવી વર્માની પુણ્યતિથિ છે.
      વિનોબા ભાવેનો જન્મ મહારાષ્ટ્રના ગગોદામાં ભક્તિભાવવાળા અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો હતો . ૧૯૧૬મા વિનોબાએ હિમાલયમાં તપ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બનારસમાં મહાત્મા ગાંધીના ક્રાંતિકારી ભાષણને સાંભળ્યા પછી હિમાલયમાં જવાનું માંડી વળ્યું હતું .
       ૨૧ વર્ષની વયે અમદાવાદમાં પહેલી વાર ગાંધીજીને મળ્યા અને આજીવન ગાંધીવાદી બની રહ્યા .ગાંધીજી તેમાના માટે કહેતા કે " વિનોબા આશ્રમના દુર્લભ રત્નોમાના એક છે અને તેઓ  અહી કશું મેળવવા માટે નહિ પણ અર્પણ કરવા આવ્યા છે .સ્વરાજ્ય યાત્રી ,પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી (૧૯૪૦),રાષ્ટ્રીય અધ્યાપક ,ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ,ભૂદાનયાત્રી એમ અનેક રીતે વિનોબા ભાવેનું સ્મરણ થાય છે .
        વિનોબાએ આઝાદી બાદ  તારીખ ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ  તેલંગાના રાજ્યના પોચમપલ્લી ગામેથી ભૂમિહીનો માટે ભૂમિની માંગણી કરી તેમના પ્રસિદ્ધ ભૂદાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો . તેઓની ભૂદાનયાત્રા ૧૨ વર્ષ સુધી ચાલી હતી .વિનોબા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હોવા છતાં ૧૯૭૫મા ઇન્દિરા ગાંધી શાસનમાં નંખાયેલી કટોકટીને "અનુશાસન પર્વ "તરીકે ઓળખાવી વિવાદમાં આવ્યા હતા. 
          "ગીતા  પ્રવચનો "અને  "સ્વરાજ્ય શાસ્ત્ર " વિનોબાજીના જાણીતા ગ્રંથો છે .તેમની જાહેરજીવન પ્રવુતિઓ રોમન મેગ્સસે એવોર્ડ (૧૯૫૮)અને ભારતરત્ન (૧૯૮૩)થી  પુરસ્કૃત થઇ હતી .
          તેમની સ્મૃતિમાં ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી .૧૫ નવે.૧૯૮૨ના રોજ વર્ધામાં વિનોબાનું અવસાન કર્યું હતું . 
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ