મણિલાલ નભુભાઈ




                    સરંક્ષણવાદ : 
      મણિલાલ નભુભાઈ દ્રિવેદી (૧૮૫૮-૧૮૯૮)
        આજે રુબિન ડેવિડ, હરીન્દ્ર દવે અને ૧૯મા સૈકામાં પાશ્રાત્ય પ્રવાહમાં ગુજરાતમાં થઇ રહેલા સુધારા સામે ભારતીય દ્રષ્ટિકોણથી સુધારાનો અભિગમ આપનાર ,પ્રકાંડ પંડિત મણિલાલ નભુભાઈ દ્રિવેદીનો જન્મદિવસ અને બળવંતરાય મહેતાની પુણ્યતિથિ છે .
        નડિયાદમાં જન્મેલા મણિલાલે અભ્યાસ નડીયાદ અને મુંબઈમાં કર્યો હતો .૧૮૭૬મા આખી મેટ્રિકની પરીક્ષામાં બીજે ક્રમે પાસ થયા હતા .મણિલાલ નભુભાઈને ઈતિહાસ ,ફિલસુફી ,અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયો સાથે વિશેષ મમત્વ હતું .માધ્યમિક શાળામાં શિક્ષક ,શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અને ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર બન્યા હતા જ્યાં ગાંધીજી તેમનાં વિદ્યાર્થી હતા. મુંબઈ યુનિ.માંથી સંસ્કૃતના પરીક્ષક નીમાંનાર તેઓ સહુ પહેલા ગુજરાતી હતા .
        મણિલાલે "શિક્ષા શતક ,માલતી માધવ (અનુ.),કાન્તા ,પૂર્વ દર્શન,નારીપ્રતિષ્ઠા,રાજયોગ ,પ્રેમ જીવન ,પ્રાણ વિનિમય ,સિદ્ધાંતસાર ,મણિલાલ નભુભાઈનું આત્મવૃતાંત  જેવા અનેક પુસ્તકો  લખવા સાથે પ્રિયવદા તથા સુદર્શન જેવા સામયિકો પણ ચલાવ્યા હતા . તેમની આત્મકથા ગુજરાતી આત્મકથાઓના ઇતિહાસમાં સત્ય અને પ્રામાણીકતાની દ્રષ્ટીએ શીર્ષસ્થ સ્થાને બિરાજે છે . 
          મણિલાલે ૧૮૯૧માં અમલમાં આવેલા વય સંમતિ ધારાનો વિરોધ કર્યો હતો ,કવિ નર્મદે પણ મણિલાલના રૂપમાં પોતાની સુધારાવૃતિનો અનુગામી જોયો હતો.  સ્વભાવે આનંદી ,માયાળુ અને સ્વતંત્ર મિજાજના મણિલાલ નભુભાઈ દ્રિવેદીનું ૧ ઓક્ટોબર ૧૮૯૮ના રોજ કઠીન મંદવાડ પછી માત્ર ૪૦ વર્ષની નાની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ



Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ