રૂપસિંઘ



હોકીના જાદુગર  :રૂપસિંહ (૧૯૧૦-૧૯૭૭)
        આજે તારીખ ૮ સપ્ટેમ્બર અને ફ્રેંચ નોબલ વિજેતા નાટ્યકાર ફેડરિક મીસ્ત્રલ ,ભૂપેન હજારિકા ,આશા ભોંસલે અને હોકીના જાદુગર રૂપસિંહનો જન્મદિવસ છે 
         મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા રૂપસિંહ  હોકીના પહેલા જાદુગર ધ્યાનચંદના નાનાભાઈ હતા .લાંબો અને કદાવર દેહ ધરાવતા રૂપસિંહનો હોકી પ્રત્યેનો લગાવ મોટાભાઈ ધ્યાનચંદના કારણે કેળવાયો હતો .૧૯૩૨મા ઓલમ્પિક હોકી ટીમમાં તેમની પસંદગી થઇ પરંતુ યોગ્ય કપડા નહિ હોવાથી ના પાડી દીધી પરંતુ તેમના પિતાજીએ શૂટ બનાવી આપતા ઓલિમ્પિક ખેલવા ગયા હતા .
        રૂપસિંહ ૧૯૩૨મા અમેરિકાના લોસ એન્જલ્સ અને ૧૯૩૬મા જર્મનીના બર્લિન ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમના સભ્ય હતા .૧૯૩૨મા અમેરિકા સામે તેમણે એકલાએ ૧૨ ગોલ  કર્યા હતા .ઓલમ્પિકમાં પણ રુપસિંહે ધ્યાનચંદ કરતા વધુ ગોલ  કર્યા છે .
        તેમના હોકી કૌશલ્યનો કોઈ જવાબ ન હતો .બોલ પર એવો તો પ્રહાર કરતા કે સામેના ખેલાડીને ઈજા થવાનો ભય રહેતો .તેથી તેમના માટે કહેવાતું પણ ખરું કે તમે રમવા માટે આવ્યા છો કે સામેવાળાને ઘાયલ કરવા ? "તમે ખુદ ગોલ  કરો કે બીજા પાસે કરાવો "એ રૂપસિંહનું સૂત્ર હતું .
         ભાઈ ધ્યાનચંદ સાથે રૂપસિંહનો હોકીના મેદાનમાં ગઝબનો તાલમેલ રહેતો હતો .બંને ભાઈઓ એક ઓલમ્પિક મેચ મા તો  ઉઘાડા પગે પણ રમ્યા હતા .
          ભારતીય હોકીના ઇતિહાસમાં સીમાચિન્હરૂપ યોગદાન આપનાર રૂપસિંહનું  ૬ ફેબ્રુઆરી ૧૯૧૨ના રોજ ગ્વાલિયરમાં ૬૯ વર્ષની વયે અવસાન થયું હતું .
         તેમની સ્મૃતિમાં ગ્વાલિયરમાં રૂપસિંહ સ્ટેડીયમ બાંધવામાં આવ્યું છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૮ સપ્ટેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ


Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ