વિઠ્ઠલભાઇ પટેલ
- Get link
- X
- Other Apps
વીર : વિઠ્ઠલભાઈ :૧૮૭૩ -૧૯૩૩ )
આજે તારીખ ૨૭ સપ્ટેમ્બર અને મહાન સંવિધાનવિદ અને સ્વતંત્રતા સેનાની શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ. ,સર્વોદયી મીરાંબહેન ભટ્ટનો જન્મદિવસ અને ગાંધીવાદી કાર્યકર બબલભાઇ મહેતા અને રાજા રામમોહન રાયની પુણ્યતિથિ છે.
આજે તારીખ ૨૭ સપ્ટેમ્બર અને મહાન સંવિધાનવિદ અને સ્વતંત્રતા સેનાની શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ. ,સર્વોદયી મીરાંબહેન ભટ્ટનો જન્મદિવસ અને ગાંધીવાદી કાર્યકર બબલભાઇ મહેતા અને રાજા રામમોહન રાયની પુણ્યતિથિ છે.
ખેડા જીલ્લાના કરમસદ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈ બચપણમાં અને યુવાનીમાં ઘણી રમુજી વૃતિના વ્યક્તિ હતા . તેમની યુવાનીના રમુજી કિસ્સાઓ વાંચ્યા પછી ભાગ્યે જ કોઈને એવી કલ્પના આવે કે આ યુવાન બંધારણીય બાબતોનો નિષ્ણાત થશે !
બ્રિટનમાં બેરિસ્ટર થઇ જમાનાની તાસીર મુજબ વકીલાત શરુ કરી ,ગોધરા ,બોરસદ વગેરે ઠેકાણે તેઓએ વકીલાતનો પરચમ દેખાડ્યો હતો .વકીલાતના નિમિત્તે જ વિઠ્ઠલભાઈ જાહેરજીવન અને આઝાદીના
જંગમાં પણ જોડાયા હતા .૧૯૧૨માં મુંબઈ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા ..૧૯૨૦મા ભારતીત સ્વતંત્રતા સંગ્રામનો પ્રચાર કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા .
જંગમાં પણ જોડાયા હતા .૧૯૧૨માં મુંબઈ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા ..૧૯૨૦મા ભારતીત સ્વતંત્રતા સંગ્રામનો પ્રચાર કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા .
વિઠ્ઠલભાઈ પટેલ દિલ્હીની વડી ધારાસભાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા .૧૯૨૨મા અસહકાર આંદોલન પછી દેશમાં વ્યાપેલી નિરાશાના વાતાવરણમાં તેઓ સ્વરાજ્ય પક્ષના સ્થાપક સભ્ય બન્યા હતા . સ્વરાજ્ય પક્ષ દ્રારા અને પંડિત મોતીલાલ નહેરુ તથા બંગાળી બાબુ ચિત્તરંજનદાસના સથવારે ધારાસભાઓમાં પ્રવેશી બંધારણીય માર્ગે ભારતની આઝાદી માટેનો નવો વિકલ્પ વિઠ્ઠલભાઈ પટેલે આપ્યો હતો .પણ સવિનય કાનુન ભંગ આંદોલન શરુ થતા ધારાસભામાંથી રાજીનામું આપ્યું ,તેમની ધરપકડ થઇ અને જેલવાસ પણ વેઠ્યો સ્વતંત્રતા આન્દોલન નિમિત્તે વિઠ્ઠલભાઈ એકાધિકવાર જેલમાં ગયા હતા .
લાંબી શ્વેત દાઢી ,કવચિત ભગવી કફની અને ગંભીર મુખમુદ્રા ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલનું ૧૯૩૩ના વર્ષે ડબ્લીનમાં અવસાન થયું હતું .૧૯૩૮મા સુરત જીલ્લાના હરિપુરામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૫૧મા અધિવેશનમાં આખા અધિવેશનનું નામ "વિઠ્ઠલભાઈ પટેલ "નગર નામ આપી તેમના યોગદાનને સન્માન બક્ષવામાં આવ્યું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment