જ્યોતીન્દ્ર દવે


     હાસ્યેન્દ્ર  : જ્યોતીન્દ્ર દવે (૧૯૦૧ - ૧૯૮૦ )
 " યજમાનના ઘેર મહેમાન આવ્યા ,યજમાન તરતજ કોટ પહેરી બેસી ગયા ,મહેમાને પૂછ્યું આપ કયાંક બહાર જઈ રહ્યા હો તો હું પછી આવીશ ,યજમાન કહે ના,ના આતો તમે મારા સુકલકડી શરીરને બરાબર જોઈ શકો તે માટે કોટ પહેરી લીધો ",આ યજમાન એટલે જ્યોતીન્દ્ર દવે અને મહેમાન એટલે સ્વ.વિનોદ ભટ્ટ .અને  "મને હસવું આવે છે તેમ નહિ પણ મને જ્યોતીન્દ્ર   આવે છે " એવું જે હાસ્યકાર માટે કહેવાતું હતું તેવા  આપણી ભાષાના મહાન હાસ્યકાર જ્યોતીન્દ્ર હરિશંકર દવેનો  આજે જન્મદિવસ છે  .
સુરતમાં જન્મેલા જ્યોતીન્દ્ર દવે ૧૯૧૯મા મેટ્રિક ,૧૯૨૩મા  વિનયન સ્નાતક અને ૧૯૨૫મા અનુસ્નાતક થયા હતા .જ્યોતીન્દ્રની વ્યવસાયી કારકિર્દી શરૂમાં પત્રકાર પછી શિક્ષક અને છેલ્લે અધ્યાપક તરીકે રહી હતી .
 હાસ્યનિબંધોને સર્જનના ખાસ ક્ષેત્ર તરીકે પસંદ કરનાર જ્યોતીન્દ્ર પોતાની વિશિષ્ટ સર્જનશૈલીના બળે ગાંધીયુગીન નિબંધકારોમાં સૌથી લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર તરીકે નીવડી આવ્યા હતા .રંગતરંગ - ૬ ભાગ ,મારી નોંધપોથી ,હાસ્યતરંગ , પાનના બીડા ,અલ્પાત્માનું આત્મપુરાણ ,રેતીની રોટલી ,નજર : લાંબી અને ટૂંકી , ત્રીજું સુખ ,રોગ ,યોગ અને પ્રયોગ ,જ્યાં ત્યાં પડે નજર મારી ,જ્યોતીન્દ્ર તરંગ વગેરે તેઓના નિબંધ સંગ્રહો છે . અશોક પારસી હતો ,મહાભારત : એક દ્રષ્ટિ ,મારી વ્યાયામ સાધના ,સાહિત્ય પરિષદ જેવા તેમના અનેક હાસ્યનિબંધો માત્ર ગુજરાતી સાહિત્યના જ નહિ સમગ્રતયા ભારતીય સાહિત્યનુ પ્રતિનિધિત્વ કરતા નિબંધો છે .
 જ્યોતીન્દ્ર દવેનું  નર્મદ ચંદ્રક ,રણજીતરામ ચંદ્રક અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ વિવિધ રીતે સન્માન થયું હતું .અવળવાણીયા અને ગુપ્તાના ઉપનામે લખતા જ્યોતીન્દ્રનું ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ અવસાન થયું હતું .આજે  આલ્ફ્રેડ નોબેલ ,સુરજીતસિંઘ બરનાલા ,પુરાતત્વવિદ કે.એન .દીક્ષિત , સાહિત્યકાર  નટવરલાલ બુચ અને શમ્મી કપૂરનો પણ જન્મદિવસ છે .
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨૧ ઓક્ટોબર ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ