શયદા


શયદા : હરજી લવજી દામાણી ( ૧૮૯૨ - ૧૯૬૨ )
" મને આ જોઇને હસવું હજારોવાર આવે છે ,
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે " 
જેવી અનેક લોકભોગ્ય પંક્તિના સર્જક અને શયદા ( પ્રેમ સાથે પાગલ )નાં તખલ્લુસથી લખતાં હરજી લવજી દામાણીનો આજે જન્મદિવસ છે .
ધંધુકા તાલુકાના પીપળી ગામે જન્મેલા શયદા માત્ર ચોથી ચોપડી સુધી ભણ્યા હોવા છતાં ગઝલ સાહિત્યના ક્ષેત્રે અનેક નવતર પ્રવુતિના પ્રણેતા બન્યાં હતાં .
શયદાએ ગુલ્ઝારે - શાયરી -શયદા ,દીપકના ફૂલ ,ચિતા , કુમળી કળી ,અમીના ,છેલ્લી રોશની , બહાદુરશાહ ઝફર ,દુઃખીયારી , ચાંદની રાત , મોટી ભાભી , વાંઝણી વાવ , આગ અને અજવાળા , શાહજાદી કાશ્મીરા ,પંખીડો ,અને કેરીની મોસમ જેવાં ગઝલ , વાર્તા , નાટક અને નવલકથાના પુસ્તકો લખ્યાં છે .
ભાવવાહી શૈલીમાં ગઝલપાઠ કરતાં શયદાનું ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં બહુ મોટું યોગદાન છે .તેમની ગઝલોમાં ભાષાની સરળતા અને વિચારોની ગહનતા છે .પોતાની ગઝલો માટે શયદાએ લખ્યું છે કે " ગિરા ગુર્જરી ! આ નથી શેર મારાં ,
 હૃદયનાં છે ટુકડા , ચરણે ધરું છું ."  
શયદા બે ઘડી મોજ સામયિકના સ્થાપક તંત્રી અને ગઝલ સામયિકના પણ તંત્રી રહ્યાં હતાં . 
" ફક્ત એમાંજ હું મારી ઈદ હંમેશા સમજુ છું ,
 ખુદાનું નામ હો મુખ પર અને મુઠી ચણાની હો " 
એમ કહેનાર શયદાનું તારીખ ૩૧ મે ૧૯૬૨ના રોજ મુંબઈમાં  થયું હતું . 
તેમની સ્મૃતિમાં શયદા પુરસ્કાર અપાય છે . 
આજે સંયુક્ત રાષ્ટ્રસંઘનો સ્થાપના દિવસ અને મહારાજા ભગવતસિંહ અને સમાજવાદી વિચારક અશોક મહેતા અને રતિલાલ ચંદેરીયાનો પણ જન્મદિન છે .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ