કિશોરલાલ મશરુવાળા


                કિશોરલાલ મશરુવાળા
           આજે તારીખ ૫ ઓક્ટોબરના રોજ  ગાંધી વિચારણા સમર્થ ભાષ્યકાર કિશોરલાલ મશરૂવાળા , સાહિત્યકાર ભગવતીચરણ વર્મા અને ફ્રેંચ ચિંતક દેનિસ દીદેરોનો જન્મદિવસ અને ગુજરાતના પ્રથમ મહિલા કેળવણીકાર હરકુંવર શેઠાણી અને પત્રકારત્વના મોભી રામનાથ ગોએન્કાની પુણ્યતિથિ છે .
           મુંબઈમાં જન્મેલા કિશોરલાલે મુંબઈમાં જ શિક્ષણ લઇ સ્નાતક અને એલ.એલ.બી ની પદવી મેળવી હતી .વકીલાતની  ધીકતી પ્રેકટીશ  દરમિયાન ગોપાલકૃષ્ણ ગોખલેની જાહેરજીવનની  અને શ્રીમતી એની બેસન્ટનાં હોમરુલ આંદોલન સાથે જોડાયા હતાં .ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહ વખતે વકીલાત છોડી ચંપારણ ગયાં હતાં .તે પછીની આઝાદીની મોટાભાગની લડતો અને ગાંધી પ્રેરિત રચનાત્મક કાર્યક્રમોમાં કિશોરલાલે સક્રિય યોગદાન આપ્યું હતું . સત્યાગ્રહો દરમિયાન જેલવાસ પણ વેઠ્યો હતો .
             કિશોરલાલ મશરૂવાળાએ રામ અને કૃષ્ણ , ઈશુ ખ્રિસ્ત , બુદ્ધ અને મહાવીર , જીવન શોધન , સમૂળી ક્રાંતિ , ગાંધી વિચાર દોહન , કેળવણીના પાયા , ગાંધીજી અને સામ્યવાદ જેવાં પુસ્તકો લખ્યાં અને સંપાદિત કર્યા હતાં . તેઓએ અનેક પુસ્તકોના અનુવાદો પણ કર્યા છે . 
               ગાંધીજીના હરીજન પત્રો થકી કિશોરલાલે પત્રકારત્વ પણ ખેડ્યું હતું .શિક્ષક , ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર , ગાંધી સેવા સંઘના પ્રમુખ તરીકે પણ તેઓનું સ્મરણ થાય છે .
             " ઈતિહાસ જ્ઞાન "ને પડકારનાર કિશોરલાલ મશરૂવાળાનું ૯ સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ અવસાન થયું
હતું .
અરુણ વાઘેલા 
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ