શિવાજી ગણેશન
- Get link
- X
- Other Apps
અભિનેતા - રાજનેતા : શિવાજી ગણેશન
( ૧૯૨૮ - ૨૦૦૧ )
આજે તારીખ ૧ ઓક્ટોબરના રોજ રાણી જોધાબાઈ ,સાઉથના સુપરસ્ટાર શિવાજી ગણેશન ,પંડિત હદયનાથ કુન્જરું , મઝરૂહ સુલતાનપૂરી અને રચનાત્મક કાર્યકર જયાબેન શાહનો જન્મદિવસ તથા મણીલાલ નભુભાઈ દ્રિવેદીની પુણ્યતિથિ છે .
આજે તારીખ ૧ ઓક્ટોબરના રોજ રાણી જોધાબાઈ ,સાઉથના સુપરસ્ટાર શિવાજી ગણેશન ,પંડિત હદયનાથ કુન્જરું , મઝરૂહ સુલતાનપૂરી અને રચનાત્મક કાર્યકર જયાબેન શાહનો જન્મદિવસ તથા મણીલાલ નભુભાઈ દ્રિવેદીની પુણ્યતિથિ છે .
તમિલનાડુ થન્જાવુંર પાસે ઓરાથાનાડુંમાં જન્મેલા શિવાજી ગણેશન દક્ષિણ ભારતમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી તરીકે વિષે જાણીતા છે .ભરત નાટયમ ,કથ્થક અને મણિપુરી નૃત્યથી પરિચિત ગણેશનની અભિનયયાત્રા ૧૯૫૨મા તમિલ ફિલ્મ પરાશક્તિથી થઇ હતી .તે પછી કુંડુકિલ્લી , વીરાપંડિયા ,સંગીલી ,કટ્ટાબોમન ,પાસમલાર,મુલ્લુંમમલારુમ ,કલ્યાનામ ,પન્નીયમ ,બ્રહ્મચારી ,શાબાશ મીના ,ઓટી વેરાઈ ,ઉરાવું ,ગલાટા કલ્યાનામ ,મનોહર ,કાલ્વનામ ,કાલ્વનીન કધાલી જેવી ૨૮૮ જેટલી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા .
તેઓએ તમિલ ઉપરાંત તેલુગુ ,કન્નડ ,મલયાલમ અને હિન્દી ફિલ્મો પણ કરી હતી .વિશિષ્ટ અવાજ અને કાવ્યાત્મક અંદાજની સંવાદ શૈલીના કારણે શિવાજી ગણેશનનો વિશાળબચાહક વર્ગ ઉભો થયો હતો .અભિનયની પ્રસિદ્ધિના બળ પર રાજનીતિમાં પ્રવેશેલા ગણેશનની વફાદારી પક્ષીય સ્થાયિત્વમાં ન હતી .ચાર કરતા વધુ પક્ષોમાં જોડાઈ તેઓ રાજકારણ ખેલતા રહ્યા હતા .અલબત્ત રાજ્યસભાનું સભ્યપદ એ તેમની રાજકીય કારકિર્દીનું સર્વોપરી પદ બન્યું હતું .
રાજકારણી કરતા અભિનેતા તરીકે વધુ જાણીતા બનેલા શિવાજી ગણેશનનું પદ્મભૂષણ ,દાદાસાહેબ ફાળકે એવોર્ડ ,એન.ટી .આર એવોર્ડ ,૧૨ વખત તમિલ ફિલ્મોના બેસ્ટ એક્ટરનો એવોર્ડ અને ચેન્નાઈમાં મેમોરીયલ એમ અનેક રીતે સન્માન થયું છે .
સફળ અભિનેતા અને નિષ્ફળ રાજનેતા એવા શિવાજી ગણેશનનું ૨૧ જુલાઈ ૨૦૦૧ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧ ઓકટોબર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment