ગનીખાન ચૌધરી
- Get link
- X
- Other Apps
એ.બી.એ. ગનીખાન ચૌધરી (૧૯૨૭ - ૨૦૦૬ )
આજે તારીખ ૧ નવેમબર અને બંગાળના જાણીતા રાજનીતિજ્ઞ એ.બી.એ.ગનીખાન ચૌધરીનો
જન્મદિવસ છે .
આજે તારીખ ૧ નવેમબર અને બંગાળના જાણીતા રાજનીતિજ્ઞ એ.બી.એ.ગનીખાન ચૌધરીનો
જન્મદિવસ છે .
પશ્રિમ બંગાળના માલ્દામાં જન્મેલા ગનીખાનનું આખુંનામ અબુબકર અતાઉર ગનીખાન ચૌધરી હતું .પણ સમર્થકોમાં બરકંડા તરીકે ઓળખાતા હતા .બંગાળના આ જુજારું નેતાએ ૧૯૫૭ થી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો .ગનીખાન ૧૯૫૭ થી ૧૯૮૦ સુધી બંગાળ વિધાનસભામાં સભ્ય રહ્યા હતા .બંગાળ મંત્રીમંડળમાં ૧૯૭૨ થી ૧૯૭૭ સુધી કેબિનેટ મંત્રી પણ બન્યા હતા .૧૯૮૦ પછી ગનીખાનનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય રાજકારણ રહ્યું હતું .લગભગ આઠેક વખત તેઓ બંગાળથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા .ટૂંકા સમય માટે રેલ્વેમંત્રી પણ બન્યા ત્યારે બંગાળથી રેલ્વે મંત્રી બનનાર તેઓ સહુપ્રથમ હતા .
કોલકતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ વગેરેમાં ગનીખાન ચૌધરીનો પુરુષાર્થ મુખ્ય હતો ..પછાત માલ્દા વિસ્તારમાં શિક્ષણનો વિકાસ , ગ્રામીણ બેંકોની રચના , માળખાકીય સુવિદ્યાઓનો વિકાસ અને કુદરતી આફતો વખતે રાહતકાર્યો વગેરે લોકોપયોગી કાર્યો માટે પણ તેમનું સ્મરણ થાય છે .
ગનીખાન ચૌધરી પોતાના સમયમાં ઘણા ચર્ચાસ્પદ રાજકારણી રહ્યા હતા .તેઓ રાજકારણીની સાથે માલ્દા વિસ્તારમાં લોકનેતાની છબી પણ ધરાવતા હતા .
૧૪ એપ્રિલ ૨૦૦૬ના રોજ ગનીખાન ચૌધરીનું અવસાન થયું હતું .તેમના નામ સાથે માલ્દા વિસ્તારમાં ઘણી સંસ્થાઓ કાર્યરત છે .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧ નવેમ્બર ૨૦૨૦,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment